Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાતે રીલીઝ કર્યા ૧૦૫ કરોડ

મહારાષ્ટ્ર તરફથી ફદીયુ પણ નથી આવ્યુઃ બન્ને રાજ્યોએ પાંચ-પાંચ કરોડ આપવાના છે

મુંબઇઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટની ઈકવીટી તરીકે મહારાષ્ટ્ર તરફથી એક ફદીયુ પણ નથી આપવામાં આવ્યુ અને હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ પ્રોજેકટના રિવ્યુની જાહેરાત કરી છે.

આ હાઇસ્પિડ રેલ પ્રોજેકટની અંદાજીત કિંમત લગભગ ૧.૧ લાખ કરોડ રૂપિયા  અંદાજવામાં આવી છે. (જેઆસીએ) દ્વારા રકમ જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન  એજન્સી (જેઆઇસીએ) દ્વારા ઓછા વ્યાજની લોન તરીકે મળશે. બાકીનામાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતે ૫-૫ હજાર કરોડ અને કેન્દ્રએ ૧૦ હજાર કરોડ ઈકવીટી તરીકે આપવાના છે.

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રચવામાં આવેલ  નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી)ના  એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે  માટે બંન્ને તરફથી  આપનાર રકમ સરખી રખાઇ છે.  અત્યાર સુધીમાં ગુજરાતે ૧૦૫ કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર તરફથી એક પૈસો પણ નથી આપવામાં આવ્યો.

તેમણે કહ્યુ હતુ કે ફંડનો દરેક ભાગ એક ખાસ ઉદ્દેશ માટે વપરાશે. દાખલા તરીકે જાપાન તરફથી મળનાર રકમ સીસ્ટમના  નિર્માણ તરીકે , સ્ટેશનોના બાંધકામ  , ટ્રેન રેકની ખરીદી અને ઓપરેટીંગ  મશીનરી માટે વપરાશે. જ્યારે  બન્ને  રાજ્યો અને કેન્દ્ર તરફથી મળનાર રકમ જમીન સંપાદન , વિસ્થાપિતોના પુનર્વાસ અને રાહત તથા વૃક્ષોના પુન સ્થાપન માટે વપરાવાની છે.

(1:24 pm IST)