Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હિંદુઓના જ વંશજ છે મુસલમાનઃ ડીએનએ ટેસ્ટમાં સાબીત થઇ જશે

સુબ્રમણ્યમ સ્વામીનું વધુ એક ધગધગતું નિવેદન

નવી દિલ્હીઃ પોતાના બયાનોને લઇને અવારનવાર ચર્ચામાં રહેનાર ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર વિવાદાસ્પદ બયાન આપ્યુ છે.પ્રયાગરાજમાં રવીવારે વીએચપીના ભુતપુર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંહલની પુણ્યતીથી પર આયોજીત કાર્યક્રમ દરમ્યાન તેમણે કહયું કે ભારતમાં ભલે ૮ર ટકાથી વધુ હિંદુઓ રહેતા હોય પણ બધાને પોતાના ધર્મ અને આસ્થા પ્રમાણે પુજાપાઠ કરવાની પુરેપુરી છુટ છે.

બધાને છુટ મળવી જોઇએ. કોઇએ દખલન દેવી જોઇએ. કેમ કેભારતમાંરહેનાર બધા મુસલમાનો પણ હિંદુઓના જ વંશજો છે. તેમણે કહયુ઼ કે જો બધા મુસલમાનનો ડીએનએ ટેસટ કરાવવામાં આવે તો તે બધા હિંદુઓની પરંપરાના જ સાબીત થશે.

તેમણે ઇતિહાસને દોષ આપતા કહયું કે ઇતિહાસે હંમેશા હિંદુઓને અન્યાય કર્યો છે. અરૃંધતી વશિષ્ઠ પીઠદ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભુતપુર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોષી પણ ઉપસ્થિત હતા.

 સ્વામીએ કહયું કે અ઼ગ્રેજોએ ષડયંત્ર રચીને સંસ્કૃત ભાષાને નબળી બનાવવાની કોશીષ કરી હતી. તેમણે કહયંુ કે અત્યારે દેશમાં હિંદુઓના ઉત્થાનની ફરીથી જરૂર છે. જો હિંદુઓનું ઉત્થાન ફરીથી કરી શકાશે તોતે ફરીથી દુનિયા પર રાજ કરી શકશે. આ ઉપરાંત તેમણે કાશી વિશ્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભુમી મથુરાના નવીનીકરણ માટે જમીન સંપાદીત કરવાની માંગણી કેન્દ્ર પાસે મુકી હતી.

(1:23 pm IST)