Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

રિયલ્‍ટી કંપનીઓને લોન રિપેમેન્‍ટના ફાફાં:૧૪ અબજનું ધિરાણ જોખમમાં

ભારતના કોર્પોરેટ સેક્‍ટરમાં બેન્‍કોની એનપીએ અને લોન ડિફોલ્‍ટનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે

મુંબઇ, તા.૩: ભારતના કોર્પોરેટ સેક્‍ટરમાં બેન્‍કોની એનપીએ અને લોન ડિફોલ્‍ટનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ બેન્‍કો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્‍સ કંપનીઓ (HFC) દ્વારા રિયલ એસ્‍ટેટને આપવામાં આવલી ૧૪ અબજ ડોલરની લોન  ‘ગંભીર તણાવ' હેઠળ છે અને તેમને વ્‍યાજ અને લોનના હપ્તાની ચૂકવણીમાં મુશ્‍કેલીઓ પડી રહી છે.

રિયલ એસ્‍ટેટ કન્‍સલ્‍ટન્‍સી ફર્મ એનારોકએ એક નિવેદનમાં જણાવ્‍યું કે, બેન્‍કો અને એનબીએફસી/HFC દ્વારા ભારતના રિયલ એસ્‍ટેટને આપેલા કુલ ૯૩ અબજ ડોલરના ધિરાણમાંથી ૬૨ ટકા લોન તણાવ મૂક્‍ત છે એટલે કે હાલ આવું ધિરાણ ધરાવતી કંપનીઓ ઉપર લોન ડિફોલ્‍ટ થવાનું જોખમ નથી. જયારે બાકીને ૨૧ અબજ ડોલરની લોન એટલે કે ૨૨ ટકા લોન પણ થોડાંક દબાણ હેઠળ છે જો કે તેને ઉકેલી શકાય છે. આ સેગમેન્‍ટ ઉપર તણાવ મુખ્‍યત્‍વે વ્‍યાજની રિકવરીનો છે મુખ્‍ય મુદ્દલ રકમનો નહીં.

રિયલ્‍ટી કન્‍સલ્‍ટન્‍સી ફર્મે જણાવ્‍યું કે, ભારતીય રિયલ એસ્‍ટેસને આપેલી ૧૪ અબજ ડોલરની લોન એટલે કે ૧૬ ટકા ધિરાણ હાલ ‘ગંભીર તણાવ' હેઠળ છે, જેનો અર્થ એ છે કે સંબંધિત ડેવલપર્સ દ્વારા ઉંચું લિવરેજ કરવામાં આવ્‍યું છે જે ધિરાણની ચૂકવણીની મર્યાદિત કે અત્‍યંત ખરાબ સ્‍થિતિ દર્શાવે છે.

રિયલ્‍ટી સેક્‍ટરને આપવામાં આવેલા કુલ ધિરાણમાં હાઉસિંગ હાઉસિંગ સેક્‍ટરની હિસ્‍સેદારી સૌથી વધારે ૩૮ ટકા જેટલી છે, ત્‍યારબાદ કુલ લોનમાં NBFCનું ૩૪ ટકા અને બેન્‍કોનું ૨૮ ટકા યોગદાન છે.

જેમાંથી બેન્‍કો અને હાઉસિંગ ફાઇનાન્‍સ કંપનીઓએ વધુ ૭૦ ટકા અને ૨૫ ટકા ધિરાણને તેની લોન બુકમાં આરામદાયક સ્‍થિતિમાં દર્શાવી છે. જો કે આશ્‍ચર્યની વાત એ છે કે NBFCએ રિયલ એસ્‍ટેટને આપેલું ૫૮ ટકા ધિરાણ હાલ વોચલિસ્‍ટમાં છે.

(11:46 am IST)
  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • ભારતીય રેલવેની મુસાફરોને ભેટ : હવે ટ્રેનના જનરલ ડબ્બામાં પણ રિઝર્વેશન મળશે : સીટ નંબર સાથે યાત્રીનો ફોટો વ્હોટ્સ એપ ઉપર આવી જશે : જગ્યા માટે થતા ઝગડા બંધ થઇ જશે :" પાસ ફોર અનરિઝર્વ્ડ બોર્ડ (PURB) " નામક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ : ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:29 pm IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST