Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

IT દરોડા પછી દિલ્‍હીના રિયલ એસ્‍ટેટ ગ્રુપે ૩,૦૦૦ કરોડનું કાળુ નાણું સ્‍વીકાર્યુ

વિભાગ દ્વારા ગ્રુપના બેન્‍ક લોકર્સ, મિલકતો જપ્ત કરવામાં આવી

નવી દિલ્‍હી, તા.૩: સેન્‍ટ્ર્‌લ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સ (CBDT)એ તેના એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, આવકવેરા વિભાગના દરોડા પછી દિલ્‍હી-NCRમાં સ્‍થિત એક રિયલ એસ્‍ટેટ ગ્રુપે ૩૦૦૦ કરોડ રુપિયાના કાળા નાણાનો સ્‍વીકાર કર્યો છે.

જો કે નિવેદનમાં સીબીડીટીએ ગ્રુપની માહિતી આપી ન હતી, પરંતુ સત્તાવાર સુત્રો મુજબ આ કૌભાંડી ગ્રુપ ઓરિએન્‍ટલ ઇન્‍ડિયા ગ્રુપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ખુલાસા મુજબ ગત અઠવાડિયે ગ્રુપની ૨૫થી વધારે ઓફિસોમાં તપાસ અર્થે દરોડા પાડવામાં આવ્‍યા હતા. દરોડા દરમિયાન ૨૫૦ કરોડ રુપિયાથી પણ વધારે રોકડ ના હિસાબ દર્શાવતા દસ્‍તાવેજો મળી આવ્‍યા હતા, જે અંગે આવકવેરા વિભાગને કોઇ જાણ નથી. આ ગ્રુપ દ્વારા મિલકતોની લે-વેચ દરમિયાન ટેક્‍સની ભરપાઇ પણ કરવામાં આવી નથી.

વિભાગે તપાસ દરમિયાન ગ્રુપની ૩.૭૫ કરોડ રુપિયાની મિલકત જપ્ત કરી છે. જે દરમિયાન ગ્રુપે ૩૦૦૦ કરોડ રુપિયાથી પણ વધારે રકમ જાહેર ન કરી હોવાનો સ્‍વીકાર કર્યો હતો, પરંતુ હવે તેના પર ટેક્‍સ આપવા માટે તૈયારી બતાવી હતી.

સીબીડીટી દ્વારા ખુલાસામાં કહેવામાં આવ્‍યું હતું કે દરોડા દરમિયાન ગ્રુપ સાથે સંકળાયેલા ૩૨ બેન્‍ક લોકર્સને પણ સિલ કરવામાં આવ્‍યા હતા.

(10:52 am IST)