Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૩ વર્ષથી દાઉદની બોલતી બંધ થઇ ગઇ છે

દાઉદનો અંતિમ ફોન નવે.૨૦૧૬માં ટેપ થયો હતોઃ દાઉદ ડરને કારણે ફોનથી દુર રહે છે

નવી દિલ્‍હી, તા.૩: ભારતના મોસ્‍ટ વોન્‍ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમની બોલતી છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઇ ગઇ છે. જો કે એવુ અનુમાન લગાવામાં આવ્‍યું છે કે સતર્કતાને લઇને દાઉદ ફોન પર વાત કરવાનું ટાળી રહ્યો છે. દાઉદનો અંતિમ ફોન કોલ દિલ્‍હી પોલીસે નવેમ્‍બર-૨૦૧૬માં ટેપ કર્યો હતો.

દિલ્‍હી પોલીસે દાઉદના ફોન કોલનું ૧૫ મીનિટ સુધી કોલ રેકોર્ડિંગ કરવામાં આવ્‍યું હતું. દિલ્‍હી પોલીસા ગુપ્તચર વિભાગે કરાચી સ્‍થિત નંબર દ્વારા કેન્‍દ્રી એજન્‍સીઓની મદદથી આ ફોન રેકોર્ડ કર્યો હતો. સૂત્રોની જાણકારી મુજબ દક્ષિણ એશિયાના સૌથી કુખ્‍યાત અપરાધી ડી-કંપની બોસ પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યો હતો. જો કે આ સહિયોગીની ઓળખ થઇ શકી નથી.

જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારતીય એજન્‍સીઓથી ડરી ગયો છે. જેને લઇને દાઉદ ઇબ્રાહિમ ફોન પર વાત કરવાનું ટાળી રહ્યો છે. એક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી દાઉદ ફોન પર વાત કરી રહ્યો નથી. ભારતીય એજન્‍સીઓ પર દાઉદ પર સર્વેલન્‍સ રાખી રહી છે. જેને લઇને છેલ્લે નવેમ્‍બર ૨૦૧૬માં દાઉદનો ફોન ટેપ કરવામાં આવ્‍યો હતો. દાઉદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્‍યો છે અને દાઉદે પાકિસ્‍તાનમાં શરણ લીધું છે.

જો કે ભારતીય એજન્‍સીઓને મળેલી માહિતી મુજબ ભારતના મોસ્‍ટ વોન્‍ટેડ દાઉદ ઇબ્રાહિમને હૃદયની બિમારી છે. દાઉદને થોડા સમય અગાઉ કરાચીની હોસ્‍પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્‍યો હતો, જોકે તેના ભાઇ અનિસ ઇબ્રાહિમે આ વાતનો ઇન્‍કાર કરી દીધો હતો.

(10:45 am IST)
  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • મમતા બેનરજી વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડેબ્યુથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે:તેમણે કહેલ કે વિપક્ષ આ પ્રશ્ન રાજકીય સ્વરુપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેંગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યું છે. access_time 12:51 am IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST