Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૧૦ વર્ષમાં રેલ્‍વેની કમાણી સૌથી ખરાબ સ્‍થિતિમાં

આમદાની અઠ્ઠન્‍ની ખર્ચા રૂપૈયા : ૧૦૦ રૂપિયાની કમાણી કરવા ૯૮ રૂપિયા ખર્ચવા પડે છેઃ કેગ

નવી દિલ્‍હી, તા.૩: તાજેતરમાં કોમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં રેલવેની કથળેલી હાલતનો ખુલાસો કરવામાં આવ્‍યો છે. આ રિપોર્ટ મુજબ ભારતીય રેલવેની કમાણી વિતેલા ૧૦ વર્ષના સૌથી નીચલા સ્‍તરે પહોંચી છે. રેલવેનો ઓપરેટિંગ રેશિયો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૪૮.૪૪ ટકાએ પહોંચી ગયો છે. જેનો સીધો અર્થ થાય છે કે, રેલવે દ્વારા ૧૦૦ રુપિયા કમાવવા માટે ૯૮.૪૪ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો છે.

રેલવે ઓપરેટિંગ રેશિયોના આંકડા મુજબ એ સ્‍થિતિનો ખુલાસો થયો છે જેમાં રેલવેને તેના તમામ સંશાધનો પર બે ટકાની કમાણી પણ થઇ નથી રહી. રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા રહેવા પાછળનું મુખ્‍ય કારણ ગત વર્ષના ૭.૬૩ ટકા મેનજમેન્‍ટ ખર્ચની સરખામણીએ ૧૦.૨૯ ટકા ઊચ્‍ચ વૃદ્ધિ દર થવાનું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯માં રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૯૦.૪૮ ટકા હતો, જે ૨૦૦૯-૧૦માં ૯૫.૨૮ ટકા, ૨૦૧૦-૧૧માં ૯૪.૫૯ ટકા, ૨૦૧૧-૧૨માં ૯૫.૮૫ ટકા, ૨૦૧૨-૧૩માં ૯૦.૧૯ ટકા, ૨૦૧૩-૧૪માં  ૯૩.૬ ટકા, ૨૦૧૪-૧૫માં  ૯૧.૨૫ ટકા, ૨૦૧૫-૧૬માં  ૯૦.૪૯ ટકા, ૨૦૧૬-૧૭માં ૯૬.૫ ટકા અને ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા નોંધાયો છે.

કેગના રિપોર્ટમાં ભલામણ કરાઇ છે કે રેલવેની આંતરિક મહેસૂલી આવક વધારવા માટે ઉપાય કરવા જોઇએ, જેથી કુલ અને વધારાના અંદાજપત્રીય સંશાધનો પર નિર્ભરતા અટકાવી શકાય. આમાં ભલામણ કરાઇ છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રેલવે દ્વારા કરાયેલા મૂડીગત ખર્ચમાં કાપ મુકાયો છે. રેલવેએ ગત બે વર્ષમાં આઇબીઆર-આઇએફ હેઠલ એકત્ર કરાયેલા પૈસાને ખર્ચ કરી શકી નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે રેલવે બજારથી મળેલા ભંડોળનો સંપૂર્ણરીતે ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરે.

કેગે ભલામણ કરી છે કે રેલવેએ તેની આંતરિક રેવેન્‍યૂ વધારવા માટે પગલા લેવાની જરૂર છે. આથી કુલ અને વધારાના અંદાજપત્રીય સંશાધનો પરની નિર્ભરતા અંકુશમાં લઇ શકાય તેમ છે. આ ઉપરાંત દ્યસારાપેટે ઓછી જોગવાઇ કરવાથી જૂની અસ્‍કયામતના રિન્‍યૂઅલને લગતા કામોમાં ભરાવો થઇ જાય છે. આ બેકલોગને ખત્‍મ કરવા અને સમયસર રિપ્‍લેસમેન્‍ટની તાકીદની જરૂર છે. તેણે કોઇ યોગ્‍ય કારણ વગર નવી ભંડોળ ઉભી કરવાથી બચવાની પણ રેલવેને સલાહ આપી છે.

(10:45 am IST)
  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST