Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોદી સાથેની મુલાકાત મામલે શરદ પવારે કર્યા ચોંકાવનારા ખુલાસા : પીએમની ઓફર ઠુકરાવી

પીએમએ પુત્રીને કેબિનેટમંત્રી બનાવવા દરખાસ્ત કરેલી, મને રાષ્ટ્રપતિ બનાવવાની નહીં : મેં પ્રસ્તાવ ફગાવી દીધો

 

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ દરમિયાન શિવસેના અને કોંગ્રેસ સાથે સરકારની રચનાની ચર્ચા વચ્ચે શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા  બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા અને અજિત પવારના ટેકાથી સરકારની રચના કરી હતી તે સમયે એવી વાતો વહેતી થયેલી કે શરદ પવાર અને નરેન્દ્ર મોદીની બેઠકમાં જોડાણને મંજૂરી આપવામાં આવી હતી.

   એવી અટકળો ચાલી રહી હતી કે પીએમ મોદીએ શરદ પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, પછી શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે તે અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય હતો. શરદ પવારે સતત ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને શિવસેના, કોંગ્રેસ સાથે નવી સરકારનો માર્ગ મોકળો કર્યો હતો. હવે નવી સરકારની રચના બાદ શરદ પવારે પીએમ મોદી સાથેની બેઠકમાં જે બન્યું તેનું રહસ્ય ઉઠાવ્યું છે.

   શરદ પવારે મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન સાથેની બેઠક પર ખુલીને વાત કરી હતી. પવારે કહ્યું કે વડા પ્રધાન મોદીએ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પુત્રી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. મને રાષ્ટ્રપતિ બનાવવાની વાત નહોતી. શરદ પવારે કહ્યું કે મેં પીએમ મોદીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો

   રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષે કહ્યું કે તેમણે વડા પ્રધાનને કહ્યું કે આપણ સંબંધો ખૂબ સારા છે, તે સારા રહેશે પરંતુ મારા માટે ભેગા થઈને કામ કરવું શક્ય નથીઅત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિયા સુલે શરદ પવારની પુત્રી છે. સુપ્રિયા પુણેની બારામતી લોકસભા બેઠક પરથી સાંસદ છે.

(11:35 pm IST)
  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST