Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

મહારાષ્ટ્રમાં રીંગણાનાં કિલોએ 20 પૈસા ભાવ મળતા ખેડૂતે આખેઆખો પાક નષ્ટ કરી દીધો

મહારાષ્ટ્રના એક ખેડૂતે રીંગણાંના કિલોએ માત્ર 20 પૈસા જ ભાવ મળતા આખેઆખો પાક નષ્ટ કરી નાખ્યો હતો રાજેન્દ્ર બાવાકેએ દાવો કર્યો હતો કે, તેણે બે લાખ રૂપિયા ખેતી કરવામાં રોક્યા હતા પણ તેને વળતરમાં માત્ર 60,000 રૂપિયા જ મળ્યા હતા અને રીંગણાનો પાક લેવામાં તેણે તેની તમામ તાકાત લગાડી દીધી હતી. પણ જ્યારે પાક તૈયાર થયો ત્યારે કિલોએ માત્ર 20 પૈસા મળતા જ ખેડૂત હિંમત હારી ગયો અને તમામ પાક નષ્ટ કરી દીધો હતો.

 

આ ખેડૂતે કહ્યું કે, મેં બે એકરમાં રીગંણાનો પાક લીધો હતો. સિંચાઇની વ્યવસ્થા કરી હતી. ખાતર અને દવા પણ નાંખી. અંદાજિત બે લાખ રૂપિયાનો ખર્ચ થયો પણ આવક કાંઇ મળી નહીં
ખેડૂતે કહ્યું કે, આ ખેતી પછી તો તેનું દેવુ વધી ગયું. તેમણે કહ્યું કે, દેવુ હું કઇ રીતે ચુક્તે કરીશ તેની મને ચિંતા સતાવ્યા કરે છે. મારી પાસે ત્રણ ગાયો છે એને તેને સાચવવા માટે ઘાંસચારાની જરૂર છે પણ મારી પાસે પૈસા નથી. મારે ત્રણ ગાયો સાચવવી ભારે પડી રહી છે

 

 ડંગળી પકડતા ખેડૂતોની પણ આવી જ હાલત છે. મહારાષ્ટ્રમાં ડુંગળી પકવતા એક ખેડૂતને ડુંગળીનો ભાવ માત્ર કિલો દીઠ રૂપિયો જ મળતા તેનો વડાપ્રધાન મોદી પર પિત્તો ગયો છે. આથી, ખેડૂતને ડુંગળી વેચ્યા પછી જેટલા પૈસા આવ્યા એ તમામ તેણે વડાપ્રધાન ને  મોકલી આપ્યા અને તેનો વિરોધ પ્રગટ કર્યો

 . નાસિક જિલ્લાનાં નિપહાદ તાલુકાનાં રહેવાસી ખેડૂત સંજય સાઠે એવા ખેડૂતોમાં હતા કે 2010માં જ્યારે અમેરિકાનાં પ્રમુખ બેરેક ઓબોમા ભારત આવ્યા ત્યારે તેમની સાથે ચર્ચા કરવામાં તેમને સામેલ કરવામાં આવ્યા હતા.
સંજય સાઠેએ કહ્યું કે, મેં 750 કિલો ડુંગળીનું ઉત્પાદન કર્યુ હતું પણ મને આ ડુંગળીનો માત્ર પ્રતિ કિલો એક રૂપિયો જ ભાવ મળ્યો. માંડ રકઝક કરતા મને પ્રતિ કિલો 1.40 રૂપિયા મળ્યા. આથી 750 કિલોનાં મને રૂપિયા 1064 મળ્યા. પરસેવો પાડીને મહેનત કરી અને જ્યારે પાક થયો ત્યારે કોડીના ભાવ મળતા દુખ થયું. એટલા માટે, મેં નક્કી કર્યું કે, આ પૈસા પ્રધાનમંત્રીનાં ડિઝાસ્ટર રિલીફ ફંડમાં દાન આપી દઉ. આ પૈસા મોકલવા માટે મારે વધારા 54 રૂપિયાનો પણ ખર્ચ થયો. હું કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. પણ મને ગુસ્સો આવે છે. કેમ કે, સરકાર ખેડૂતનું દુખ જોતી નથી

 

 

(12:29 am IST)