Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

શોપિયામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ :આતંકી ફરાર :સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયાના સંગ્રામ ગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સેનાએ 2-3 આતંકવાદીઓને ઘેરી રાખ્યા હતા. અથડામણ દરમિયાન આતંકવાદી ત્યાંથી ફરાર થઈ ગયા છે. અડધા કલાકથી ફાયરીંગ રોકાઈ ગઈ છે. સેના તરફથી સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષા એજન્સીઓને સંગ્રામ ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓએ પોતાને ઘેરાતા જોઈને સેના પર ફાયરીંગ શરૂ કરી દીધુ હતું. સેનાએ પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો,જે બાદ બંને તરફથી ફાયરીંગ શરૂ થઈ ગયુ હતું.

(9:42 pm IST)