Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હૈદરાબાદમાંથી અમને કોઈ કાઢી શકે નહીં : અકબરૂદ્દીન ઓવેસી

ભગવા પોસ્ટર બોય યોગી ઉપર તેજાબી પ્રહારો : અમારી ૧૦૦ પેઢીઓ હૈદરાબાદમાં રહેશે : યોગી અમને પાકિસ્તાન મોકલવા માટે સક્ષમ નથી : અકબરૂદ્દીન ઓવેસીના પ્રહાર

હૈદરાબાદ,તા. ૩ : તેલંગાણામાં ચુંટણી પ્રચાર કરવા પહોંચેલા ભાજપના ભગવા પોસ્ટર બોય અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના દિવસે એઆઈએમઆઈએમના વડા અસાસુદ્દીન ઓવેસી સામે આપવામાં આવેલા નિવેદન બાદ તેલંગાણામાં રાજકીય ગરમી વધી ગઈ છે. ઓવેસીની સામે નિવેદન કરવામાં આવ્યા બાદ આક્ષેપબાજીનો દોર વધુ તીવ્ર થયો છે. યોગીના નિવેદન પર ઓવેસી બાદ હવે તેમના ભાઈ અકબરૂદ્દીન ઓવેસીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. અકબરૂદ્દીન ઓવેસીએ કહ્યું છે કે ૧૦૦ પેઢીઓ અમારી ભારતમાં રહેશે. અમને ભારતમાંથી કોઈએ બહાર કાઢવાની હિંમત નથી. તેમણે કહ્યું હતું કે અમે લડતા રહીશું અને વિરોધીઓને પરાજીત કરીશું. અકબરૂદ્દીને કહ્યું હતું કે ભાજપની સામે નિવેદન કરવાથી અથવા તો મોદીની સામે નિવેદન કરવાથી કોઈને બહાર કાઢી શકાય નહીં. ઓવેસીએ યોગી આદિત્યનાથ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે આ દેશમાં તમામ લોકો સમ્માનપૂર્વક રહેવા ઈચ્છુક છે. ઓવેસીએ ઉમેર્યું હતું કે યોગીના રાજમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્તરપ્રદેશમાં જુદી જુદી બીમારીઓના કારણે મરી રહ્યા છે. ગોરખપુરની હોસ્પિટલોમાં ઓકસીજનની કમી દેખાઈ રહી છે પરંતુ ગોરખપુરમાં ધ્યાન આપવામાં બદલે તેલંગાણામાં આવીને નફરત ફેલાવવાનું કામ કરવાનું યોગી ઉપર આક્ષેપ કર્યો હતો. અકબરૂદ્દીને કહ્યું હતું કે અમારી પેઢીઓ હૈદરાબાદમાં છે અને રહેશે. ઓવેસીએ કહ્યુ છે કે યોગીની પાસે અમને પાકિસ્તાનમાં મોકલી દેવાની ક્ષમતા નથી. અમે અહીં રહીએ છીએ અને રહેશુ. અમે વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી નથી જે લંડન ભાગી ગયા છે. ઓવેસીએકહ્યુ હતુ કે અમે ખ્વાજા અજમેરી, તાજ મહેલ  અને કુતુમ્બ મિનાર , ચાર મિનાર, જામા મસ્જિદની ધરતીને છોડીને જઇ રહ્યા હતા. અમે આપની સામે લડીશુ અને આપને પરાજિત કરીશુ. તેમણે કહ્યુ હતુ કે યોદીને પોતાના મતવિસ્તાર ગોરખપુરની ચિંતા નથી. જ્યાં દર વર્ષે સેંકડો બાળકો બિમારીના કારણે મૃત્યુ પામે છે. તેમણે ભાજપની સામે કેટલાક વેધક પ્રશ્નો કર્યા હતા. ઓવેસીએ કહ્યુ હતુ કે ભાજપ હિન્દુ અને મુસ્લિમ મોડેલ ધરાવે છે. અમિત શાહની સામે પણ ઓવેસીએ પ્રહારો કર્યા હતા. ઓવેસીએ કહ્યુ હતુ કે યોગી ઉત્તરપ્રદેશ છોડીને હૈદરાબાદ ટપકી ગયા છે. ભાજપની સામે અને મોદીની સામે બોલવાથી શુ દેશમાંથી ભગાડી મુકવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે નિઝામ હૈદરાબાદ છોડીને ક્યારેય ભાગી ગયા ન હતા. તેમને રાજપ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં તેલંગણામાં રાજકીય ગરમી હજુ વધી શકે છે.

(7:47 pm IST)