Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પગાર નહીં મળતા જેટ એરવેઝના પાયલોટોનો બળવો, ૧૪ ફલાઇટ રદ

મુંબઈ,તા.૩: ભારતની સૌથી મોટી એરલાઈન્સ જેટ એરવેઝે પોતાની ૧૪ ફ્લાઈટ રદ કરી દીધી છે. સૂત્રો મુજબ જેટ એરવેઝના કેટલાક પાયલટને સેલેરી ન મળવાથી તેઓ નારાજ થયા હતા, જેના કારણે તેઓએ ખુદને બીમાર ગણઆવ્યા, જેને કારણે જેટ એરવેજે રવિવારે ૧૪ જેટલી ફ્લાઈટ રદ કરવી પડી છે. ઓગસ્ટ મહિનાથી કેશની તકલીફને કારણે જેટ એરવેજના પાયલટ, મેનેજમેન્ટ સ્ટાફ અને એન્જિનિયરને સેલેગી મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે આ લોકો વિવિધ રીતે સતત પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જેટ એરવેઝે આ લોકોને થોડી સેલેરી સપ્ટેમ્બર મહિનામાં આપી દીધી હતી, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં આ લોકોને હજુ પગાર નથી મળ્યો. સૂત્રો મુજબ ઓછામાં ઓછા ૧૪ વિમાનોના પાયલટ બીમાર થવાના કારણે ફ્લાઈટ રદ કરી દીધી છે. આ તમામ પાયલટ જેટ એરવેજ વિરુદ્ધ સેલેરી ન મળવાના કારણે પ્રદર્શન કરી રહ્યા છે. તમામ પાયલટ નેશનલ એવિએયર્સ ગિલ્ડના વલણથી પણ નારાજ છે અને તેઓ આ મુદદાને મેનેજમેન્ટ સામે ઉઠાવી રહ્યા છે.

જણાવી દઈએ કે નેગ જેટ એરવેજને ઘરેલૂ પયલટોનું એકમ છે જે ૧૦૦૦ પાયલોટનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ વિમાનના રદ થવાના કારણે જેટ એવેઝ તરફથી અપ્રત્યાશિત સ્થિતિ છે. જેટ એરવેજ તરફથી આ વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે કે પાયલટોના વિરોધના કારણે ફ્લાઈટ કેન્સલ કરાઈ. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પાયલટોએ ચેરમેન નરેશ ગોયલને પત્ર લખ્યો, જેમાં એમણે કહ્યું કે તેઓ આવી રીતે કામ કરવા માગતા નથી.

જ્યારે ફ્લાઈટ રદ થવા વિશે જેટ એરવેજ તરફથી કહેવામાં આવ્યું છે કે યાત્રીઓને આ વિષયમાં સૂચના આપી દેવામાં આવી છે, એમને મેસેજ કરીને જણાવવામાં આવ્યું છે કે તેમની બીજા વિમાનમાં યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે અથવા એમના રૂપિયા પરત કરી દેવામાં આવશે. (૯.૭)

 

(3:38 pm IST)