Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હિન્દી સુંદર ભાષા છે, પરંતું એને રાષ્ટ્રભાષા ગણી ન શકાય

ઉતર ભારતીય મહાપંચાયતમાં MNS પ્રમુખ રાજઠાકરએ હિન્દીને મરાઠી, ગુજરાતી, તામિલ જેવી ભાષા ગણાવીને કહયું

મુંબઇ તા ૦૩ :  MNS પ્રમુખ રાજઠાકરે મુંબઇમાં ઉતર ભારતીય મહાપંચાયતમાં સહભાગી થતાં જણાવ્યું હતું કે ' હિન્દી સુંદર ભાષા છે ; પરંતું એને રાષ્ટ્રભાષા ગણી ન શકાય, કારણ કે રાષ્ટ્રભાષા વિશે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હિન્દી રાષ્ટ્રભાષા હજી બની જ  નથી, સત્યકડવું હોય છે, પરંતુ સચ્ચાઇ તો સચ્ચાઇ હોય છે, જે રીતે હિન્દી ભાષા છે, એ રીતે તામિલ,મરાઠી, ગુજરાતી ભાષા છે. હિન્દીની માફક એ પણ દેશની ભાષાઓ છે.''

રાજઠાકરે મરાઠા આરક્ષણ વિષે જણાવ્યું હતનું કે '' જો મહારાષ્ટ્રમાં રોજગારના અવસરો હોય તો  એમાં મહારાષ્ટ્રના યુવાનોને પ્રાથમિકતા આપવામાં અયોગ્ય કાંઇ નથી. જો આવતી કાલે ઉતર પ્રદેશ કે બિહારમાં કોઇ ઉદ્યોગ સ્થાપવામાં આવે તો ત્યાં રોજગારમાં ત્યાંના સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આવી જોઇએે કોઇપણ રાજય હોય ત્યાં  એ નીતિ અખત્યાર કરવી વ્યાજબી ગણાય''. (૩.૧)

(11:39 am IST)