Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રાધે માં એ ખાધા સોગંદ... હવે કોઈના ખોળામાં નહિ બેસુ

ભકતોના ખોળામાં બેસીને અશ્લિલ ડાન્સ કરવાના મામલામાં રાધે માંએ માફી માંગીઃ આ આધારે જૂના અખાડામાં ફરી એન્ટ્રી થઈ

પ્રયાગરાજ, તા. ૩ :. કાયમ વિવાદમા રહેતા મુંબઈના ચર્ચિત ધર્મગુરૂ રાધે માં ઉર્ફે સુખવીન્દર કૌરની પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળા પહેલા જૂના અખાડામાં વાપસી થઈ છે. મળતી માહિતી મુજબ ભકતોના ખોળામાં બેસીને અશ્લિલ ડાન્સ કરવાના મામલામાં રાધે માં એ લેખીતમાં માફી માગી છે અને ભવિષ્યમાં ફરીવાર આ પ્રકારની હરકત નહી કરવાની વાત જણાવી છે. આ આધારે જ જૂના અખાડામાં તેમની ફરીથી એન્ટ્રી થઈ છે.

જૂના અખાડાએ તેમનું સસ્પેન્શન રદ્દ કર્યુ છે તેટલુ જ નહિ તેમને મહામંડલેશ્વરની પદવી પણ પરત કરી છે. અખાડામાં બહાલી અને પદવી પરત મળ્યા બાદ રાધે મા હવે આ મહિનામાં ૨૫ તારીખે પ્રયાગરાજ કુંભમેળામાં યોજાનાર જૂના અખાડાની આગેવાનીમાં સામેલ થઈ શકશે. એટલુ જ નહિ તેઓ કુંભના ત્રણેય શાહી સ્નાનમાં અખાડાની શોભા વધારશે. જૂના અખાડાએ કુંભમાં મહામંડલેશ્વર તરીકે રાધે માંના જમીન અને બીજી સુવિધાઓ આપવાનો નિર્ણય લીધો છે. મહંત હરીગીરીએ કહ્યુ હતુ કે અખાડાની અનેક ટીમોએ તપાસ કરી હતી પરંતુ તેમની વિરૂદ્ધ કોઈ ગંભીર આરોપ જણાયા ન હતા અને તેમની વિરૂદ્ધ કોઈ ક્રિમીનલ કેસ પણ નથી. આ અગાઉ જૂના અખાડામાં પાયલોટ બાબાની પણ ઘરવાપસી થઈ છે.(૨-૪)

(11:06 am IST)