Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

મણીપુરના પત્રકારની દેશદ્રોહના આરોપમાં ધરપકડ : ફેસબુક પર પીએમ મોદી અને CMનું કર્યુ આપમાન

મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગકેમની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમની પર ભાજપની મણિપુર સરકારની ટીકા કરવાનો આરોપ લાગવ્યો છે. ઝાસીની રાણી લક્ષ્‍મીબાઈની જયંતી પર આ પત્રકારએ  મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

  મળતી વિગતો પ્રમાણે પત્રકાર કિશોરચંદ્ર વાંગકેમ ફેસબુક પર PM મોદી અને બીરેન સિંહ સામે કેટલીક અપમાનજનક પોસ્ટ શેર કરી હતી.

   એક અહેવાલ પ્રમાણે 27 નવેમ્બર 2018એ NSAના હેઠળ પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. પશ્વિમ ઈમ્ફાલમાં સીજેએમ કોર્ટંમાં મામલામાં જમાનત આપવાના 24 કલાક બાદ જેલ મોકલી દીધા હતા

  . કોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકારના હેઠળ જેવી ટિપ્પણી ભારતના PM અને મણિપરના CM સામે કરવામાં આવી તે નહતી કરવા જેવી કોર્ટ આને રાજદ્રોહ સમજે છે.

(12:00 am IST)