Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ટીએમસી તલવારની ધારે નેતાઓને પક્ષમાં સામેલ કરે છે

પ.બંગાળમાં મમતાના વિજયથી ભાજપનું કદ સંકોચાયું : મમતાની સરકાર ભાજપ નેતાઓ પર ખોટા કેસ કરે છે અને ટીએમસીમાં લોકો બીકે જતા હોવાનો આક્ષેપ

કોલકાતા, તા.૩ :  પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણીમાં ચારે બેઠકો પર મમતા બેનરજીની પાર્ટી ટીએમસીની જીત બાદ ભાજપનુ કદ વધારે સંકોચાયુ છે.

વિધાનસભાની ચૂંટણી બાદ બંગાળમાં ચાલી રહેલી રાજકીય હિંસા વચ્ચે એક પછી એક નેતાઓ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાજપના ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળમાં ખાસો સમય વીતાવનારા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે મમતા બેનરજીની પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, બંગાળમાં સત્તાધારી ટીએમસી તલવારની અણીએ બીજા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે.

બીજા શબ્દોમાં કહીએ તો કૈલાસ વિજય વર્ગીયે આરોપ લગાવ્યો છે કે, તલવારના ડરથી નેતાઓ તૃણમુલમાં સામેલ  થઈ રહ્યા છે. તે્મણે કહ્યુ હતુ કે, ઈસ્લામ પણ દેશમાં આ જ રીતે આવ્યો હતો. બંગાળમાં મમતા બેનરજીની સરકાર ભાજપ નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે.

 પશ્ચિમ બંગાળમાં અમારા સાસંદ અર્જુન સિંહ પર ૧૨૦ કેસ કરવામાં આવ્યા છે. જેમાં હત્યા અને લૂંટ જેવા કેસ પણ સામેલ છે. સરકાર જ વિપક્ષી નેતાઓની હત્યા કરવા માટે ઉતારૂ હોય તો સામાન્ય માણસ કેવી રીતે જીવતો હશે.

તેમણે કહ્યુ હતુ કે, જે લોકો ટીએમસીમાં જઈ રહ્યા છે તે તલવારની બીકથી જઈ રહ્યા છે.

(7:58 pm IST)