Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમેરિકાના ઓહિયોમાં આવેલા સિનસિનાટી શહેરના મેયર તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી આફતાબ પુરેવાલનો ઐતિહાસિક વિજય : આ શહેરના સૌપ્રથમ એશિયન અમેરિકન મેયર તરીકેનો વિક્રમ શ્રી આફતાબના નામે નોંધાયો

સિનસિનાટી : અમેરિકાના ઓહિયોમાં આવેલા સિનસિનાટી શહેરના મેયર તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી આફતાબ પુરેવાલ ચૂંટાઈ આવ્યા છે. આ શહેરના સૌપ્રથમ એશિયન અમેરિકન મેયર તરીકેનો વિક્રમ શ્રી આફતાબના નામે નોંધાયો છે.
ઇન્ડિયન અમેરિકન એડવોકેટ 39 વર્ષીય શ્રી આફતાબ પુરેવાલએ 2 નવેમ્બરના રોજ સિનસિનાટી, ઓહિયોના મેયરની રેસ જીતવા માટે ભૂતપૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસમેન ડેવિડ માનને સરળતાથી હરાવ્યા હતા.

"આજે રાત્રે આપણે સિનસિનાટીમાં ઇતિહાસ રચ્યો છે.પુરેવાલે સમર્થકોના વિશાળ સંમેલનને સંબોધતા કહ્યું હતું કે "સિનસિનાટી એક એવી જગ્યા છે જ્યાં તમે કેવા દેખાતા હો, તમે ક્યાંના હોવ અથવા તમારી પાસે કેટલા પૈસા હોય, તે મહત્વનું નથી. જો તમે અહીં આવો અને સખત મહેનત કરો તો તમે તમારા સપનાને સિદ્ધ કરી શકો છો.

nbc.com મુજબ, તિબેટીયન માતા અને ભારતીય પિતાના પુત્ર પુરેવાલ, બિનસત્તાવાર પરિણામો અનુસાર, 2 નવેમ્બરના અંતમાં સિનસિનાટીની મેયરની રેસ જીતી ગયા, જેના કારણે તેઓ શહેરનું નેતૃત્વ કરવા માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન અને એશિયન અમેરિકન બન્યા.તેવું ઈ..વે. દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)