Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાબુલ હુમલામાં તાલિબાનનો ટોપ કમાન્ડર ઠાર

પાકિસ્તાનને ઇશારે નાચતું આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો

કાબુલ, તા.૩: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એક વાર ચર્ચામાં છે. મિલિટ્રી હોસ્પિટલમાં  બ્લાસ્ટ થયો હતો જેમાં તાલિબાનનો ખુંખાર ટોપ કમાન્ડર માર્યો ગયો છે. આ માહિતી તાલિબાનના અધિકારીઓએ આપી છે.

હમદુલ્લાહ મુખલિસ હક્કાની નેટવર્કનો સભ્ય હતો. તે કાબુલની મિલિટ્રી ફોર્સનો એક અધિકારી હતો. હમદુલ્લાહ તાલિબાન દ્વારા કાબુલ પર કબ્જો જમાવવા માટે સતત કાર્યરત હતો અને હુમલામાં માર્યો ગયો છે તે એક વરિષ્ઠ અધિકારી હતો.

તાલિબાન મીડિયા અધિકારીઓના જણાવ્યા અનુસાર જયારે હમદુલ્લાહ મુખલિસને સૂચના મળી કે સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થયો હતો અને તાત્કાલીક હુમલાની જગ્યાએ પહોંચ્યો હતો. અધિકારીઓએ જણાવ્યા અનુસાર વિદ્રોહીઓ સામેની અથડામણમાં તે માર્યો ગયો.

કાબુલમા થયેલ મિલિટ્રી હોસ્પિટલમાં થયેલા હુમલામાં ૧૯ લોકોના મોત થયા હતા. તાલિબાને વિપક્ષી જૂથ ઇસ્લામિક ખુરાસાને આ હુમલાની જવાબદારી લીધી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી IAS ખુરાસા સતત હુમલાઓ કરી રહ્યો છે.

(3:31 pm IST)