Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કેન્દ્રના રસીકરણ અભિયાને દેશમાં બે જૂથ પાડયાઃ કોવેકિસન લગાવનારા લોકોના મૌલિક અધિકારોનું થઈ રહ્યું છે હનનઃ હાઈકોર્ટ

કોવિશીલ્ડની રસી લેનારા લોકો દેશ-વિદેશમાં રોકટોક વગર ફરી શકે છેઃ કોવેકિસકન રસી લેનારા લોકોએ અમુક પ્રતિબંધનો સામનો કરવો પડે છે

કોચી, તા.૩: કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાને દેશના નાગરિકોના બે ભાગલા પાડી દીધા છે. જેમાં કોવિશીલ્ડની રસી લેનારા લોકો દેશ-વિદેશમાં ગમે ત્યાં રોકટોક વગર ફરી શકે છે, જયારે કોવેકિસન રસી લેનારા લોકોએ અમુક પ્રતિબંધનો સામનો કરવો પડે છે. આ ટિપ્પણી મંગળવારે કેરળ હાઈકોર્ટ એક મામલાની સુનવાણી વખતે કરી હતી.

હાઈકોર્ટે એક વ્યકિતની અરજી પર સુનાવણી કરી હતી. આ વ્યકિત સાઉદી અરબમાં નોકરી કરતો હો અને કોવેકિસન રસી લાધી બાદ તેને પરત જવાની મંજૂરી મળતી નહોતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગટન દ્વારા કોવેકિસનને માન્યતા ન મળવાના કારણે આ વ્યકિતએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેનું કહેવું હતું કે, કોવેકિસનને માન્યતા ન મળવાના કારણે તેની નોકરી પર સંકટ ઉભું થયું છ

મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું દેશમાં એક તરફ એવા લોકો છે, જે ગમે ત્યાં જઈ શકે છે, જયારે બીજી તરફ કોવેકિસન લીધેલા લોકો પર હજુ પણ દ્યણા પ્રતિબંધ છે. કોર્ટે કહ્યું કે આ પૂરી રીતે વ્યકિતના મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મામલો છે. આ તેમના અધિકારોનું હનન છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અરજીકર્તાને ત્રીજો ડોઝ આપે તેવો આદેશન નહીં આપે પણ કેન્દ્ર એક મહિનાની અંદર અરજીકર્તાની સમસ્યાનું સમાધાન કરે તેવો આદેશ આપી શકે છે. આવો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આ  મામલે કેન્દ્ર સરકારે કહ્યું કે તે વિશ્વ સંગઠનની માન્યતાની રાહ જોઈ રહ્યા છે. કોર્ટ આ મામલે ૫ નવેમ્બરે વધુ સુનાવણી કરશે.

કોર્ટે કહ્યું, માત્ર મૂંગા દર્શક બનીને બેસી ન રહેવાય. અમને કેન્દ્રના જવાબની રાહ છે. જો કેન્દ્ર આ મામલે વધુ સમય ઈચ્છતી હોય તો અરજીકર્તાને સાઉદી અરબમાં જે પગાર મળતો હતો તેટલું જ વેતન ચૂકવવું જોઈએ.

(10:19 am IST)