Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અયોધ્યામાં દિપોત્સવ : લાખો દીવાઓ પ્રગટાવી બનશે વર્લ્ડ રેકોર્ડ

સરયૂ નદીનાં કિનારે રામ કી પૈડી ખાતે થ્રીડી હોલોગ્રાફિક શો, ૩ડી પ્રોજેકશન મેપિંગ અને લેસર શો ખૂબ જ ખાસ હશે : અન્ય રાજ્યોનાં કલાકારો રામલીલાનું મંચન કરશે

અયોધ્યા,તા.૩: આ વખતે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દિવાળીની તૈયારીઓ કરવામાં આવી છે. દિવાળીનું પાંચમું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે. વાસ્તવમાં આ વખતે રામ નગરી અયોધ્યામાં કુલ ૧૨ લાખ માટીનાં દીવા સળગાવવામાં આવી રહ્યા છે. તેમાંથી નવ લાખ દીવાઓ સરયૂ નદીનાં કિનારે રામ ભગવાનનાં ચરણોમાં અને ત્રણ લાખ દીવાઓ અયોધ્યાનાં મંદિરો અને મઠોમાં પ્રગટાવવામાં આવશે.

આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી મોટો દીપોત્સવ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'ની ટીમ પણ આ અદ્બુત દ્યટનાની સાક્ષી બનશે. આજે અયોધ્યામાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ભગવાન રામ પર કેન્દ્રિત રહેશે. જેવા કે શોભા યાત્રા, સરયૂના કિનારે આરતી, રામ લીલા, ભગવાન રામની અયોધ્યામાં પ્રતિકાત્મક વાપસી, તેમના તિલક, લેસર શો, સીએમ યોગી આદિત્યનાથનું ભાષણ અને અન્ય કાર્યક્રમોથી આ દિવાળીને અદ્ત રૂપ આપવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં પાંચ દિવસનો કાર્યક્રમ રહેશે. અયોધ્યામાં પ્રથમ વખત ૨૦૧૭માં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમવારથી અયોધ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને આયોજન શરૂ થઈ ગયા છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ, મુખ્ય કાર્યક્રમ ૩ નવેમ્બરે એટલે કે આજે છે, જેમાં રાજયનાં દરેક ગામમાંથી આવતા માટીનાં પાંચ દીવા અયોધ્યાને પ્રકાશિત કરશે. લેસર શો દ્વારા ભગવાન રામ અને માતા સીતાનાં જીવન સાથે જોડાયેલ રામાયણનાં અનેક એપિસોડ લેસર લાઇટ શો દ્વારા બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રામ કી પૈડી ખાતે લેસર શો ખાસ રહેશે. રામાયણ, જે ૫૦૦ ડ્રોનની મદદથી બતાવવામાં આવશે, તે કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સરયૂ નદીનાં કિનારે રામ કી પૈડી ખાતે થ્રીડી હોલોગ્રાફિક શો, ૩દૃક પ્રોજેકશન મેપિંગ અને લેસર શો ખૂબ જ ખાસ હશે. અન્ય રાજયોનાં કલાકારો રામ લીલાનું મંચન કરશે.

બપોરે ૨.૫૦ કલાકે પ્રતિકાત્મક રીતે શ્રી રામ-સીતા હેલિકોપ્ટરમાંથી રામકથા પાર્ક અને ભરત મિલાપ ખાતે હેલીપેડ પર ઉતરી આવશે. આ પછી રામકથા પાર્ક ખાતે પ્રતિષ્ઠિત મહાનુભાવોનું આગમન અને ત્યારબાદ રામાયણ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે. અહીં મુખ્યમંત્રી આદિત્યનાથ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીને શાલ અને સ્મૃતિ ચિહ્રન અર્પણ કરશે. (૨૨.૮)

૩ નવેમ્બર, ૨૦૨૧નાં રોજ અયોધ્યા દીપોત્સવનું શેડ્યૂલ નીચે મુજબ છે

. ૩D હોલોગ્રાફિક પ્રોજેકશન મેપિંગ, રામાયણ પર આધારિત ગ્રાન્ડ લેસર શોનું આયોજન પર્યટન વિભાગ દ્વારા રામ કી પૌડી ખાતે સાંજે ૬:૩૦ વાગ્યે

. સાંજે ૦૭:૦૫ કલાકે મુખ્યમંત્રીનું ભાષણ

. સાંજે ૦૭:૨૦ કલાકે રાજપાલનું વકતવ્ય

. સાંજે ૦૭:૩૦ વાગ્યે પર્યટન મંત્રીનો આભાર મત

. સાંજે ૦૭:૪૦ વાગ્યે નયા ઘાટનાં મંચ પરથી પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા ભવ્ય આતશબાજી અને લેસર શોનું દ્રશ્ય

(9:51 am IST)