Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાલે તમે એમ કહેશો કે મહાત્મા ગાંધીનો ફોટો ચલણી નોટ પરથી હટાવો : વેક્સીન સર્ટિફિકેટ પરથી પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવા કરાયેલી પિટિશન મામલે કેરળ હાઇકોર્ટની મૌખિક ટકોર : મહાત્મા ગાંધીનો ફોટો મુકવાનો આદેશ રિઝર્વ બેંકે કરેલો છે નરેન્દ્ર મોદીનો ફોટો મુકવાનો કોઈ બંધારણીય આદેશ નથી : અરજદારના વકીલની દલીલો : આગામી મુદત 23 નવેમ્બરના રોજ

કેરળ : કોવિદ -19 પ્રતિકાર માટે એક સીનીઅર સીટીઝન તથા આરટીઆઈ એક્ટિવિસ્ટએ પોતાના ખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી મુકાવી હતી.જેના આધાર રૂપે આપવામાં આવેલા સર્ટિફિકેટમાં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળતા તેણે કેરળ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે મેં સરકાર મારફત અપાતી મફત રસી લીધી નથી. પરંતુ સ્વખર્ચે વેક્સીન લીધી છે.તેમાં વડાપ્રધાનનો ફોટો ન હોવો જોઈએ.

પિટિશનના અનુસંધાને નામદાર કોર્ટે મૌખિક ટકોર કરતા જણાવ્યું હતું કે કાલે તમે એમ કહેશો કે મહાત્મા ગાંધીનો ફોટો ચલણી નોટ પરથી હટાવો.આથી અરજદારના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે ચલણી નોટ ઉપર મહાત્મા ગાંધીનો ફોટો મુકવાનો આદેશ રિઝર્વ બેંકે કરેલો છે જયારે વેક્સીન સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મુકવાનો કોઈ બંધારણીય આદેશ નથી .

સુનાવણી માટેની આગામી મુદત 23 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)