Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

નેપાળમાં મોટી ઊથલપાથલના એંધાણ : ઓલી સરકારે તમામ રાજ્યપાલોને બરતરફ કરી દીધા

નેપાળ કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેરાત કરાઈ

કાઠમંડુ : નેપાળમાં મોટી ઊથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે નેપાળની કેપી શર્મા ઓલી સરકારે દેશના તમામ સાત પ્રદેશના રાજ્યપાલોની હકાલપટ્ટી કરી નાખી છે રવિવારે સાંજે થયેલી કેબિનેટની આપાતકાલીન બેઠકમાં બધા જ રાજ્યપાલોને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.છે 

નેપાળ કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ કાર્યાલયે એક યાદી જાહેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી  આ બધા રાજ્યપાલોની નિયુક્તિ પાછલી સરકારે કરી હતી. નવી સરકાર બન્યા પછી આ રાજ્યપાલોને હટાવવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સરકાર ગઠનના બે વર્ષ વિત્યા પછી શનિવારે અચાનક સરકારે આ નિર્ણય લઈને સૌને ચોંકાવી દિધા.છે 

નેપાળમાં અત્યારે કમ્યુનિષ્ટ પાર્ટીની સરકાર છે અને કેપી શર્મા ઓલી પ્રધાનમંત્રી છે. કેપી ઓલી સરકાર પાસે સંસદમાં બે તૃતીયાંશ બહુમત છે. બરતરફ કરાયેલા બધા રાજ્યપાલ નેપાળી કોંગ્રેસ સરકારના સમયે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

  અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં હાલમાં સંસદીય ચૂંટણમાં અપક્ષ ગઠબંધનને જીત મળી હતી. જે બાદ સીપીએન - યુએમએલના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને બીજીવાર નેપાળના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા ઓલી 11 ઓક્ટોબર 2015થી 3 ઓગષ્ટ 2016 સુધી નેપાળના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે

(11:07 pm IST)