Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ડિસેમ્બરમાં રામમંદિરના નિર્માણ કાર્યનો થશે પ્રારંભ ;સરકારના અધ્યાદેશની રાહ જોઈ શકીએ નહીં : મહંત રામ વિલાસ વેદાંતી

 

નવી દિલ્હી :રામ જન્મભુમિ ન્યાસના અધ્યક્ષ મહંત રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં રામ મંદિરનુ નિર્માણનું કામ ચાલુ કરી દેવામાં આવશે

 . તેમણે કહ્યું કે, તેના માટે અમે સરકારનાં અધ્યાદેશની રાહ જોઇ શકીએ. નિર્માણ કાર્ય આંતરિક સંમતીથી થશે. અયોધ્યામા રામ મંદિર બનશે તો લખનઉમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવશે

    અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના તારકોરા સ્ટેડિયમમાં આજથી બે દિવસ સુધી ધર્માદેશનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંતોના સમાગમમાં રામ મંદિરનો મુદ્દો 3 અને 4 નવેમ્બર સુધી ચર્ચા થશે. કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 500 કરતા પણ વધારે સંતો આવ્યા છે. તમામ સંતો રામ મંદિરના નિર્માણ અંગે ચર્ચા કરશે. એવી આશા છે કે રામ મંદિર મુદ્દે સંત સમાજ કોઇ મોટા આંદોલનની જાહેરાત કરી શકે છે.

(10:02 pm IST)