Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કાશ્મીરમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયેે 9 વર્ષ બાદ પહેલીવાર બરફ વર્ષા: લદ્દાખનો સંપર્ક ખીણથી કપાયો

ઠેકઠેકાણે ભારે પવન સાથે વરસાદ અને કરા પડયા

જમ્મુ-કશ્મીરના ગુલમર્ગ, હિમાચલ પ્રદેશના સોંલંગ વેલી, ઉત્તરાખંડની યમુનૉત્રી સહિત અનેક વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. શ્રીનગરમાં 9 વર્ષ પછી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવી હિમવર્ષા થઇ છે. જમ્મુ-કાશ્મીરમાં સવારે ઠેકઠેકાણે ભારે પવન સાથે વરસાદ અને કરા પડયા હતા. ઘણાં સ્થાનો પર બરફવર્ષા પણ થઈ હત

હિમવર્ષાને કારણે લડાખ વિસ્તારનો સંપર્ક કાશ્મીર ખીણથી કપાઈ ગયો છે. આ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે આ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઈ રહી છે.

 શુક્રવારે રાત્રે બરફવર્ષા થઈ અને તેને કાણે શનિવારે ટ્રાફિકને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. મધ્ય કાશ્મીરના ગાંદેરબલ જિલ્લાના સોનમર્ગમાં મંગળવારે જ આવશ્યક સામગ્રીને લઈ જઈ રહેલા ટ્રકો અને ઓઈલ ટેન્કરોને રોકવામાં આવી છે.

(9:30 pm IST)