Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મુંબઈથી એલિફન્ટા સુધી બનાવશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે

8 કિમી લાંબી આ રોપ-વે દ્વારા મુંબઈથી એલિફન્ટા માત્ર14 મિનિટમાં પહોંચી શકાશે

મુંબઈ :ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા બન્યા બાદ વધુ એક કારનામું કરવા જઈ રહ્યુ છે. ભારત વિશ્વની સૌથી લાંબી સમદ્રી રોપ-વે બનાવવાની તૈયારી કરી રહ્યુ છે.

 આ રોપ-વે એલિફન્ટાથી મુંબઈની વચ્ચે બનશે. 8 કિમી લાંબી આ રોપ-વે દ્વારા મુંબઈથી એલિફન્ટા માત્ર 14 મિનિટમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ પાઠળ આશરે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.

(9:24 pm IST)