Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રામમંદિરના નિર્માણ માટે દિલ્હીમાં સાધુ-સંતોની બેઠક ચાલુ

નવીદિલ્હી, તા.૩: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સાધુ-સંત સહિત આરએસએસ સરકાર પર સતત દબાણ બનાવી રહ્યા છે. આ બધાની વચ્ચે દિલ્હીના તાલકટોરા સ્ટે ડિયરમાં અખિલ ભારતીય સંતસમિતિ બે દિવસની બેઠક કરી રહી છે. આ બેઠકને ધર્મદેશ નામ આપવામાં આવ્યું છે. ત્યાં વિવાદાસ્પદ જમીન પર રામમંદિર નિર્માણ અંગે રણનીતિ બનાવાશે સમિતિ ધર્મ સાથે જોડાયેલા અન્ત જવલંત મુદા પર ચર્ચા કર્યા બાદ એક પ્રસ્તાવ રજુ કરશે. આ ઉપરાંત ૩૦ ઓકટોબર ૧૯૯૦ અને ૨ નવેમ્બર ૧૯૯૦ના રોજ અયોધ્યામાં પોલીસ ફાયરીંગમા માર્યા ગયેલા કાર સેવકોની મોત પર શોક પ્રઝટ કરવામા આવશે.

સંતસમિતિની આ બેઠક આરએસએસના નિવેદન એક દિવસ બાદ થઇ રહી છે. મંદિર નિર્માણ અંગે સંઘના સર કાર્યવાહ ભૈપ્યાજી જોશીએ કહ્યું હતું કે જરૂર પડવા પર ૧૯૯૨ જેવું આંદોલન કરવામાં આવી શકે છે. આ સંત સમિતિની બેઠકમાં ૧૨૭ હિંદુસગઠના સંત, શંકરાચાર્ય અને ઉચ્ચહિંદું સંગઠનોના સંતો ભાગ લેશે. જેમાં સાધ્વી ઋુતંભરા પણ સામેલ છે. ૯૦ના દાયકામાં રાજમંદિર આંદોલન દરમ્યાન તેઓ તેમના વિવાદસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહી હતી.

મંદિર નિર્માણ માટે ભાજપના અધ્યક્ષ અમિતશાહે મુંબઇમાં મુલાકાત કરી હતી બંનેએ એક કલાકથી વધુ સમય મુલાકાત કરી આરએસએસ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નીર્માણ માટે અધ્યાદેશ  લાવવા તેમજ ફરી કાયદો નિર્માણની માંગ માટે બીજીવાર કહ્યું હતું. એમ મહીના પહેલા તારે કહ્યું હતું કે તેઓ ઇચ્છે કે ૨૦૧૯-માં મંદિર નીર્માણ શરૂ થાય.

(3:11 pm IST)