Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા-હિમપાત :રોહતાંગમાં એક ફૂટ બરફ વર્ષાથી વાહન વ્યવહાર બંધ : સેંકડો વાહનો ફસાયા

તેલંગમાં ચાર ઇંચથી વધુ બરફવર્ષા : લાહુલ ઘાટીમાં બસ સેવા બંધ

મનાલી: હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને હિમપાત થયો છે કેટલીક જગ્યાઓએ વરસાદ પડ્યો છે  લાહુલને કુલુ સાથે જોડનાર રોહતાંગમાં એક ફૂટ બરફવર્ષાથી વાહન વ્યવહાર બંધ થયો છે  મનાલી-તેલંગ રસ્તા પર વાહનોનાં થપ્પા લાગ્યા છે લાહુલમા સેંકડો વાહનો ફસાઇ ગયાં છે

 કુલુ પ્રશાસને જારી કરવાની સાથે ઊંચાઇવાળા પ્રદેશોના લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે. તેલંગમાં ચાર ઇંચથી વધુ બરફવર્ષા થઇ છે. લાહુલ ઘાટીમાં બસ સેવા બંધ કરી દેવાઇ છે.

બારાલાચામાં બરફવર્ષાથી મનાલી-લેહ માર્ગ પર પણ વાહનોની અવરજવર બંધ થઇ ગઇ છે.  ડઝન વાહન સુર‌િક્ષત લેહ પહોંચી ગયાં. રોહતાંગમાં બરફવર્ષા થતી જોઇને મનાલી પ્રશાસને સહેલાણીઓ માટે તે બંધ કરી દીધું છે. સુરક્ષાની દૃષ્ટિઅે સહેલાણીઓનાં વાહનોને ગુલાબા બેરિયર અને લાહુલના કોકસરમાં અટકાવી દેવાયાં છે.

(2:57 pm IST)