Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રામ મંદિર માટે અયોધ્યા નહીં લાવે તો કોઈ હિંદુ ભાજપને મત નહીં આપે :ડો,તોગડીયા

ભાજપ વિપક્ષમાં હોય તો આંદોલનની વાત કરે પરંતુ કેન્દ્રમાં સાડાચાર વર્ષ થયા છતાં મંદિર બન્યું નથી

અમરેલી :આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ રામ મંદિર મુદે મહત્વનું નિવેદન આપ્યુ છે. તોગડીયાએ જણાવ્યુ હતુ કે, ભાજપમાં વિપક્ષમાં હોય ત્યારે રામ મંદિરના આંદોલનની વાત કરે છે. પરંતુ કેન્દ્રમાં પૂર્ણ બહુમતની સરકાર આવ્યાને સાડા ચાર વર્ષ થયા છે. તેમ છતા અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવ્યુ નથી. 

 સંઘના ભૈયાજી મહારાજના નિવેદન અંગે તોગડીયાએ જણાવ્યુ કે, સંઘના સેવકો સરકારમાં છે તો  સંઘ આંદોલનની કેમ વાત કરે છે. પીએમ મોદી રામ મંદિર માટે અધ્યાદેશ નહીં લાવે તો કોઈ હિંદુ ભાજપને મત નહીં આપે.

 

(2:00 pm IST)