Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિલ્હીમાં બનશે શ્વાનોનું સ્મશાન, વિધિવિધાન સાથે થશે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી તા.૩: દિલ્હીનાં દ્વારકા વિસ્તારમાં આગામી માર્ચ મહિના સુધીમાં એક નવો સ્મશાનઘાટ શરૂ થશે જયાં શ્વાનના અંતિક સંસ્કાર થશે. આ ખાસ ડોગીઓ માટેનો સ્મશાનઘાટ છે.

 ડોગીઓને દફનાવવાને બદલે વીજળીના મશીનમાં અગ્નિસંસ્કાર આપવામાં આવશે. અગ્નિસંસ્કાર પછી અસ્થિઓ પણ સાચવી શકાશે. જો કોઇ ઇચ્છે તો અગ્નિસંસ્કાર માટે ખાસ પંડિત પણ ઉપલબ્ધ રહી શકશે. દિલ્હીમાં શ્વાનોનું સ્મશાન બનાવવા માટે ત્રણ વિસ્તારના લોકો મથી રહ્યાં છે. જો કે દ્વારકાના સેકટર ૨૯માં સૌપ્રથમ સ્મશાન બનવાનું શરૂ થઇ ગયું છે.

શ્વાન પછી અન્ય પ્રાણીઓ માટે પણ આવી સુવિધા ઊભી કરવાની તેૈયારીઓ ચાલે છે. આ બનાવવાનો ખર્ચ અંદાજે ૫૦ લાખ રૂપિયા જેટલો છે. અહીં રખડતા કૂતરાઓના અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે, પરંતુ કોઇ પાળેલા ડોગીના અંતિમ સંસ્કાર કરવા હોય તો એ માટે પૈસા લેવાશે.

કેટલા પૈસા લેવા એ હજી નક્કી નથી, પરંતુ ડોગીના વજનના હિસાબે ચાર્જ નક્કી કરવાની વિચારણા છે. ડોગીનાં અસ્થિ સાચવવા માટે અહીં લોકરરૂમની સુવિધા પણ છે.

(12:02 pm IST)