Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

આજે પણ પેટ્રોલ - ડિઝલ સસ્તા થયા

પેટ્રોલમાં ૧૯ તો ડિઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો

નવી દિલ્હી તા. ૩ : દેશમાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. શનિવારે પણ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૯ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં ૭૮.૯૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જયારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા ૧૧ પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ ૭૩.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ ૧૯ પૈસાનો ભાવોમાં ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને ૮૪.૪૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ ૧૨ પૈસાનો ઘટાડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ ૭૭.૦૬ રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત કેટલાય દિવસોથી ઘટાડો આવી રહ્યો છે.

મહત્વનું છે, કે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૯ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૧૪ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૭૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૬૪ રૂપિયા પ્રતિ લીટર થયો હતો, જયારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ ૮૪.૬૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૭.૧૮ રૂપિયા પ્રતિ લીટર વેચાણ થઇ રહ્યું છે.(૨૧.૩)

(10:01 am IST)