Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

યુ.કે.માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,નેસ્ડેન,લંડન મુકામે 7 નવે.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે : 8 નવે.ગુરુવારે નવા વર્ષના આગમનને વધાવાશે : રોશનીનો શણગાર,ફટાકડાની આતશબાજી,સહીત વિવિધ કાર્યક્રમોના આયોજનો

લંડન :યુ. કે. માં BAPS  શ્રી સ્વામિનારાયણ મંદિર,105-119 બ્રેન્ટફિલ્ડ રોડ,નેસ્ડેન લંડન મુકામે 7 નવે.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે. જેનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો રહેશે.તથા 8 નવે.ગુરુવારે બપોરે 12 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમિયાન નૂતન વર્ષની ઉજવણી કરશે.

 દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી અપાશે.તહેવારની ઉજવણી અંતર્ગત મંદિરમાં રોશનીનો શણગાર કરાશે તથા ફટાકડાની આતશબાજી થશે.હજારો ભાવિકો દર્શન કરી ઉત્સવનો આનંદ માનવ ઉમટી પડશે તેવું સમાચાર  સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)