Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

નેપાળમાં તિહાર તરીકે ઓળખાતો દિવાળી તહેવાર 7 નવે.ના રોજ ઉજવાશે : 8 નવે.ગુરુવારે ગોવર્ધન પૂજા તથા 9 નવે.ના રોજ ભાઈ ટીકા તરીકે ઓળખાતો ઉત્સવ ભાઈબીજ ઉજવાશે

 કાઠમંડુ : એક સમયે વિશ્વના એકમાત્ર  હિન્દૂ રાષ્ટ્ર તરીકે ઓળખાતા નેપાળમાં હિન્દૂ તહેવારો આજે પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવાય છે.નેપાળમાં દિવાળી તહેવારને તિહાર અથવા દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે.દિવાળી તહેવારની ઉજવણી પાંચ દિવસ સુધી કરાય છે.જે દરમિયાન ઘરોમાં દિવા પ્રગટાવવામાં આવે છે.તથા આંગણામાં રંગોળીઓ પૂરવામાં આવે છે.બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.તથા ત્યાર પછીના દિવસે એટલેકે કારતક સુદ બીજના રોજ ભાઈ ટીકા એટલેકે ભાઈબીજ ઉજવવામાં આવે છે.આ વર્ષે પણ દિવાળીના ઉત્સવ માટે સ્થાનિક હિંદુઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)