Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

આંધ્રના હૈદરાબાદ અને તેલંગાણામાં ગુંટુર, નેલોર અને તિરુપતિ જિલ્લામાં ૬૦ થી વધુ સ્થાનો પર એનઆઈએના દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ૨ ઑક્ટોબરે ડાબેરી ઉગ્રવાદ (LWE), નક્સલ કેસોમાં આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને તેલંગાણામાં ગુંટુર, નેલોર અને તિરુપતિ જિલ્લામાં ૬૦ થી વધુ સ્થાનો પર દરોડા ને તપાસ હાથ ધરી.

"બંને રાજ્યોમાં શંકમંદોના પરિસર અને ગુપ્ત ઠેકાણાઓ પર હજુ પણ દરોડા ચાલુ છે. અલગ-અલગ NIA ટીમોએ ઈનપુટ્સને પગલે સવારથી રાજ્ય પોલીસ દળો સાથે ગાઢ સંકલનમાં દરોડા પાડવાનું શરૂ કર્યું છે. ડ્રોન, લેથ મશીનો, સ્ફોટક મટીરીયલ્સ મળી આવેલ તે સંદર્ભે દરોડા પડયા છે.

(9:40 am IST)