Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

વિમાન દુર્ઘટનામાં ભારતીય ઉદ્યોગપતિ સહિત છના મોત

ઝિમ્બાબ્વેમાં હીરાની ખાણ પાસે એક ખાનગી વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું : ઉદ્યોગપતિ હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર સહિત છ લોકોના મોત

નવી દિલ્હી : વિમાન દુર્ઘટનામાં ભારતીય ઉદ્યોગપતિ સહિત છના મોત ઝિમ્બાબ્વેમાં હીરાની ખાણ પાસે એક ખાનગી વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય ખાણ ઉદ્યોગપતિ હરપાલ રંધાવા, તેમના પુત્ર અને અન્ય ચાર સહિત છ લોકોના મોત થયા હતા. પડતા પહેલા વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તે હવામાં વિસ્ફોટ થયો હતો

 

(1:00 am IST)