Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ત્રિશૂળ પર કોન્ડોમ લગાવવું જોઈએ : ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરેલી કથિત 'કોન્ડોમ-ત્રિશૂલ' કવિતા માટે કવિ શ્રીજાતો બંદોપાધ્યાય વિરુદ્ધ નોંધાયેલા કેસનો વિગતવાર અહેવાલ આપવા બિધાનનગર ડીસીપીને કલકત્તા હાઈકોર્ટનો આદેશ


કોલકત્તા : કલકત્તા હાઈકોર્ટે 2017માં ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરેલી કથિત 'કોન્ડોમ-ત્રિશૂલ' કવિતા માટે કવિ શ્રીજાતો બંદ્યોપાધ્યાય વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ અંગે બિધાનનગરના ડેપ્યુટી કમિશનર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.  

જસ્ટિસ રાજશેખર મંથાની ખંડપીઠે બિધાનનગરના ડીસીપીને 17 નવેમ્બરે તપાસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. એક બિપ્લબ કુમાર ચૌધરીની અરજી પર આ આદેશ આપવામાં આવ્યો છે, જેમણે આરોપ લગાવ્યો છે કે પોલીસ આ મામલાની યોગ્ય રીતે તપાસ કરી રહી નથી અને તેના બદલે તેઓ તપાસમાં વિલંબ કરી રહી છે. આ કેસનો અંતિમ અહેવાલ હજુ દાખલ થયો નથી.

ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કવિ શ્રીજાતોએ ફેસબુક પર અપમાનજનક શબ્દોવાળી એક કવિતા પોસ્ટ કરી હતી, જેમાં અન્ય બાબતોની સાથે ત્રિશૂળ પર કોન્ડોમ લગાવવાની વાત કહેવામાં આવી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:17 pm IST)