Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

નાસિકમાં આવેલા સપ્તશ્રૃંગી મંદિરમાં પશુ બલિદાનને મંજૂરી : મહારાષ્ટ્ર સરકારનું બોમ્બે હાઈકોર્ટ સમક્ષ નિવેદન : પશુ બલિદાન પર પ્રતિબંધના આદેશને 2017 ની સાલમાં પડકારવામાં આવ્યો હતો : મહારાષ્ટ્ર સરકારના નિવેદનને ધ્યાને લઇ નામદાર કોર્ટે અરજીનો નિકાલ કર્યો


મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ સપ્તશ્રૃંગી મંદિરમાં પ્રાણીઓના બલિદાનને મંજૂરી આપશે.આ નિવેદન સાથે, હાઇકોર્ટે તે અરજીનો નિકાલ કર્યો જેમાં રાજ્યના 2017ના પશુ બલિદાન પર પ્રતિબંધના આદેશને પડકારવામાં આવ્યો હતો.

આથી જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને આરએન લદ્દાખની ડિવિઝન બેન્ચે મંદિર પરિસરમાં પશુ બલિદાન પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદવાના સબ-ડિવિઝનલ ઑફિસર (એસડીઓ) ના આદેશને પડકારતી આધિવાસી વિકાસ સંસ્થા દ્વારા 2019 માં દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો હતો.

પિટિશનમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે 2016માં ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા બાદ 2016માં પશુઓનું બલિદાન બંધ થઈ ગયું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:26 pm IST)