Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મેન્‍યુફેક્‍ચરિંગ PMI સતત ૧૫મા મહિને ૫૦થી ઉપર વિશ્વમાં મંદીના ભય વચ્‍ચેઃ ભારત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે

વૈશ્વિક અર્થતંત્રમાં મંદી વચ્‍ચે ભારતીય ઉત્‍પાદન ક્ષેત્ર સતત સારું પ્રદર્શન કરી રહ્યું છેઃ સપ્‍ટેમ્‍બરમાં દેશનો મેન્‍યુફેક્‍ચરિંગ PMI ૫૫.૧ હતોઃ આ સતત ૧૫મો મહિનો છે જ્‍યારે PMI ૫૦ થી વધુ છે

નવી દિલ્‍હી, તા.૩: વૈશ્વિક અસ્‍થિરતાને જોતાં ભારતમાં ફેક્‍ટરી વળદ્ધિ હજુ પણ મજબૂત છે. કોમોડિટીના ઘટતા ભાવને કારણે કંપનીઓ પણ સતત નવા કર્મચારીઓની ભરતી કરી રહી છે. સોમવારે જારી કરાયેલા એક ખાનગી સર્વેમાં આ દાવો કરવામાં આવ્‍યો છે.

S&P ગ્‍લોબલ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે અનુસાર, સપ્‍ટેમ્‍બરમાં ભારતનો મેન્‍યુફેક્‍ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્‍ડેક્‍સ (PMI) ૫૫.૧ હતો. અગાઉ ઓગસ્‍ટમાં તે ૫૬.૧ હતો. જો કે આ અર્થશાષાીઓ દ્વારા જાહેર કરાયેલા ૫૫.૮ ના રોઈટર્સ પોલમાં અંદાજ કરતાં ઓછું છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે આ સતત ૧૫મો મહિનો છે જ્‍યારે ભારતનો PMI ૫૦નો આંકડો પાર કરી ગયો છે.

S&P ગ્‍લોબલ માર્કેટ ઇન્‍ટેલિજન્‍સનાં ઇકોનોમિક એસોસિયેટ ડિરેક્‍ટર પોલિઆના ડી લિમા કહે છે કે નવીનતમ PMI ડેટા અમને દર્શાવે છે કે વિશ્વમાં મંદી વચ્‍ચે પણ ભારતનું ઉત્‍પાદન ક્ષેત્ર મજબૂત સ્‍થિતિમાં છે. સપ્‍ટેમ્‍બરમાં નવા ઓર્ડરમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. એવા કેટલાક સંકેતો છે કે કંપનીઓ તેમના કોન્‍ટ્રાક્‍ટ પૂરા કરવા માંગે છે અને સ્‍ટોક ફરીથી ભરવા માંગે છે.

વિશ્વની મુખ્‍ય અર્થવ્‍યવસ્‍થાઓમાં મંદીનો ફાયદો ભારતને મળી રહ્યો છે. આ કારણે વૈશ્વિક કોમોડિટીની માંગ પણ ઘટી છે. ભારતીય કંપનીઓને તેનો ફાયદો મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કંપનીઓના ખર્ચમાં સૌથી ઓછો વધારો થયો છે.

(4:13 pm IST)