Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોડર્ન નોષાાદેમસે ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી

ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ રશિયા-યુક્રેન હુમલા પછી થયો છે

બ્રાઝિલિયા, તા.૩: બ્રાઝિલના એક ભવિષ્‍યવેત્તાને નવા આધુનિક જમાનાના નોષાદેમસ કહેવામાં આવે છે. આ વ્‍યક્‍તિનું નામ એથોસ સૈલોમે છે. તેનો દાવો છે કે તેણે કોરોના વાઇરસનો રોગચાળો, ક્‍વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન અને એલન મસ્‍કના ટ્‍વિટર ખરીદવાના પ્રયાસ વિશે પહેલાં ભવિષ્‍યવાણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે એલન મસ્‍કના હ્યુમનોઇડ (રોબાટો)ની જાહેરાત પહેલાં તેણે ભવિષ્‍યવાણી કરી હતી. હવે તેણે ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂકયું છે.

તેણે કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધનો -પ્રારંભ રશિયા-યુક્રેન હુમલા પછી થયો છે. જોકે તેના અનેક ટીકાકારો છે, જે તેને તુક્કાબાજ અને ભવિષ્‍યવક્‍તા હોવાનો પાખંડ કરવાવાળા માને છે. તેના વિશે તેમણે કહ્યું હતું કે મને તેની વાત પર વિશ્વાસ નથી.

મેં ૧૨ વર્ષની ઉંમરે અનુભવ્‍યું હતું કે હું બાકીના લોકોથી અલગ છું, જે ઘટનાઓ પર મારું કોઈ નિયંત્રણ નથી- એ વિશે વાતચીત કરવાનું મને વધુ પસંદ હતું. તે કહે છે કે કયારેક-કયારેક મને પણ શંકા થાય છે કે હું એવી વાત કહું છે જે સંભવ નથી લાગતી, પણ કેટલોક સમય પછી એ સાચી થઈ જાય છે. તે પોતાની ક્ષમતાઓને ઇશ્વરના આશીર્વાદ ગણાવે છે, એમ એથોસે કહ્યું હતું.મારું માનવું છે કે મને આ વિશ્વના લોકોની મદદ કરવા માટે મોકલવામાં આવ્‍યો છે. તેણે દાવો કર્યો હતો કે ૨૦૧૨માં કોરોના રોગચાળા વિશે તેણે ભવિષ્‍યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી, એમ તેણે કહ્યું હતું.

(4:11 pm IST)