Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૩૦

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વળગી રહેવુ

‘‘મન હમેશા વળગી રહે છે અને આ વૃતીને દુર કરવી સારી છે દરેક દિવસ નવો છે અને દરેક ક્ષણ નવી છે અને દરેક ક્ષણ પછી આપણે એક નવી દુનીયામાં દાખલ થઇએ છીએ''

બુધ્‍ધ તેમના શીષ્‍યોને હમેશા કહેતા કે કોઇપણ જગ્‍યાએ ત્રણ દિવસથી વધારે રહેવુ નહી કારણે કે ચોથા દિવસે તમને ઘર જેવુ લાગવા માંડશે તે પહેલા જ તેને છોડી દેવું જોઇએ.

ભૂતકાળને ભૂલી જ જવો જોઇએ ભૂતકાળ પ્રત્‍યે હમેશા આપણે મૃત બની જવું જોઇએ જᅠે જતુ રહ્યું છે તેના માટે બની જાવ અને સમય ના બગાડો.

જે હવે છે નહી તેને તમે વળગી રહેશે તો જયારે નવી વસ્‍તુઓ આવશે તો પણ તમે જુનીને વળગી રહેશો હમેશા વર્તમાનમાં રહો આ ક્ષણને પ્રતિબધ્‍ધ રહો બીજી કોઇ પ્રતિબધ્‍ધતા નથી.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:26 am IST)