Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મહારાષ્ટ્રના સીએમ શિંદેને જાનથી મારવાની ધમકી: પહેલા મળ્યો પાત્ર : હવે આવ્યો ફોન

આત્મઘાતી હુમલો કરીને વિસ્ફોટકોથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો:એક મહિના પહેલા ધમકીભર્યો પત્ર આવ્યો હતો.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ જાણકારી ગુપ્તચર વિભાગને મળી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર એક મહિના પહેલા આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સીએમ શિંદેને મારી નાખવામાં આવશે. હવે ધમકીભર્યા ફોન પણ આવ્યા છે. આ પહેલા પણ નક્સલવાદીઓ દ્વારા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે.

મુખ્યમંત્રી બન્યા બાદ અત્યાર સુધી એકનાથ શિંદેને ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એકવાર તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું જ્યારે તે અષાઢી એકાદશી વખતે તેઓ પંઢરપુરના પ્રવાસે હતા. ગઢચિરોલીના સંરક્ષક મંત્રી હોવાના કારણે તે નક્સલવાદીઓના નિશાના પર પણ હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે રાજ્યની પોલીસને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન તેજ કરવા કહ્યું છે.

બીજી તરફ દેશભરમાં એનઆઈએ એ રાજ્યોની એટીએસ, પોલીસ, ઈડી જેવી એજન્સીઓની મદદથી પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ઘણા સ્થળોએ પીએફઆઈની ઓફિસો સીલ કરવામાં આવી રહી છે અને આ સંગઠનની કમર તોડવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં કોણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યું છે અને તેની પાછળ આવી કોઈ કટ્ટરપંથી સંગઠન છે કે પછી કોઈ એક અથવા અમુક વ્યક્તિઓના મનમાં કોઈ પ્લાન છે, એજન્સીઓ એ જાણવાની કોશિશ કરી રહી છે

(12:00 am IST)