Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પેટા ચૂંટણી : રાહુલગાંધી, સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક તરીકે નથી

૪૦ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી : યાદીમાં મનમોહનસિંહ તેમજ પ્રિયંકા વાઢેરા સામેલ નથી

જયપુર, તા. : રાજસ્થાનમાં યોજાનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી લીધી છે. યાદીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નામ સામેલ નથી. જો કે, યાદીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધીનું નામ પણ ગાયબ છે. રાજસ્થાનની બે વિધાનસભા સીટો મંડાવા અને ખીવસરમાં પેટાચૂંટણી યોજાનાર છે. સીટો ઉપર ૨૧મી ઓક્ટોબરના દિવસે પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ તરફથી સેન્ટ્રલ કમાન્ડ દૂર રહે છે. આજ કારણસર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નામ સામેલ કરવામાં આવ્યા નતી.

            પેટાચૂંટણી માટે કાર્યકરોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. કોંગ્રેસે વખતે પરંપરા જાળવી રાખી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ અને અન્ય નેતાઓ પણ ચૂંટણી પ્રચારક તરીકે રહેશે નહીં. પેટાચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે પડકારરૂપ છે. કારણ કે, રાજસ્થાનમાં હાલ અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર છે. આવી સ્થિતિમાં બે સીટો જીતવા માટે કોંગ્રેસ પાર્ટીને ભારે મહેનત કરવાની રહેશે. રાજકીય ગરમી ચરમસીમા ઉપર પહોંચી છે.

(8:05 pm IST)