Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોડીરાત્રે ભાજપે હરિયાણાની 12 બેઠકોના ઉમેદવાર કર્યા જાહેર :મહારાષ્ટ્ર્ની 14 સીટના ઉમેદવારોનું પણ એલાન

સીએમ ફડણવીસને ફરી નાગપુર સાઉથ વેસ્ટ બેઠકથી મેદાનમાં ઉતાર્યા મંત્રી પંકજા મુંડે પરલીથી લડશે

નવી દિલ્હી : ભાજપે મોડીરાત્રે  હરિયાણાની 12 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજેપીએ હરિયાણાની તમામ 90 બેઠકો પર ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રની 14 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર માટે જાહેર બીજેપીના આ લિસ્ટમાં એકનાથ ખડસેનું નામ નથી.

મહારાષ્ટ્ર માટે બીજેપીએ ઉમેદવારોના બીજા લિસ્ટમાં 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટી પહેલા જ 139 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. બીજેપીના આ લિસ્ટમાં પાર્ટીના કદ્દાવર નેતા એકનાથ ખડસે, વિનોદ તાવડે, અને પ્રકાશ મેહતાનું નામ નથી.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એકવાર ફરી નાગપુર સાઉથ વેસ્ટ બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે. બે દિવસ પહેલા જ ભાજપે હરિયાણામાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત દાદા પાટિલ કોથરૂડથી ચૂંટણી લડશે. જ્યારે અન્ય લોકોમાં મનોહર ભદાને ગ્રામીણ ધૂલે અને ભાજપ મંત્રી પંકજા મુંડે પરલીથી મેદાનમાં છે.

(12:40 am IST)