Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

૭ સામાન્‍ય ટીપ્સ અપનાવશો તો લાઇટ બિલમાં પ૦ ટકા જેટલી રાહત મળશે

શું તમે પણ મોંઘવારીના આ જમાનામાં મોટા લાઈટ બિલથી હેરાન છો? વીજળીનું બિલ તમારા ખિસ્સાને ખાલી કરી નાખે છે તો આ અહેવાલ તમારા માટે ખૂબ કામનો છે. અહીં આપેલ આ 7 સિમ્પલ ટિપ્સને ફોલો કરીને તમારા વીજળી બિલને અડધોઅડધ જેટલું ઓછું કરી શકો છો. તો ચાલો જાણીએ….

AC, ફ્રીજ કે પછી વોશિંગ મશિન બધા જ ઈલેક્ટ્રિક મશિન ખરીદતા પહેલા ચેક કરો કે તેને કેટલું રેટિંગ મળેલું છે. હકીકતમાં દરેક કંપની પોતાની દરેક ઈલેક્ટ્રિક પ્રોડક્ટને રેટિંગ આપે છે. આ રેટિંગ એ આધારે દેવામાં આવે છે કે મશિન કેટલી વીજળીને ખપત કરે છે. જેમ કે જો તમારુ AC 1 સ્ટાર હોય તો તે ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની ખપત કરે છે અને તેની જગ્યાએ જો AC 5 સ્ટાર હોય તો તેનો મતલબ છે કે તમારુ AC ખૂબ જ ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. સામાન્યરીતે વધુ સ્ટાર ધરાવતી પ્રોડક્ટ થોડી મોંઘી હોય છે અને ઓછા સ્ટાર ધરાવતી પ્રોડક્ટ સસ્તી હોય છે. જેના કારણે લોકો સસ્તી વસ્તુ ખરીદી લે છે અને પાછળથી પસ્તાય છે.

LED બલ્બ આમ તમને થોડો મોંઘો પડશે પરંતુ પરંપરાગત બલ્બ કરતા આ ગોળો વીજળીની ખૂબ બચત કરશે. આ ઉપારંત LED બલ્બની લાઈફ પણ અન્ય બલ્બ કરતા વધુ હોય છે. જો તમે તમારા ઘરમાં બધે જ LED લાઈટ અથવા બલ્બ લગાવો છો તો તમારું વીજળીનું બિલ ચોક્કસ અડધોઅડધ થઈ શકે છે.

જો તમે ઘરમાં હોવ અને કોઈ ઈલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ હાલ ન કરી રહ્યા હોવ તો તેને ટર્ન ઓફ કરી દો. AC, TV જેવી પ્રોડક્ટ જો યુઝ ન કરતા હોવ તો રીમોટથી જ નહીં પણ સ્વીચથી મુખ્ય વીજ સપ્યાલ બંધ રાખો.

જો તમે વીજ બિલ ભરવામાં પણ મોડું કરો છો તો તેના કારણે પણ તમારા બિલ પર દંડની રકમ વધી જાય છે. આ એક એવો ખર્ચ છે જેને થોડી સાવધાની સાથે તમે બચાવી શકો છો.

આમ તો હવે દરેક ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ પર તમને સેવિંગ મોડ અથવા સ્લીપ મોડ મળે છે. જેના મેક્સિમમ ઉપયોગ થી તમે વીજ બિલમાં સારી એવી બચત કરી શકો છો.

જૂનું અથવા ખરાબ થઈ ગયું હોય તેવું ડિવાઈસ વીજળીની વધુ ખપત કરે છે. ત્યારે એ બાબતનું ધ્યાન રાખો કે તમે જે પણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરો તે એક્ટિવ મોડમાં હોય અને તેમાં કોઈ ખરાબી ન હોય આ માટે તેને નિયમિત સર્વિસ કરતા રહો.

દરેક મહિનાના અંતે જરુર હિસાબ કરો કે તમારુ વિજળીનું બિલ કેટલું આવ્યું. જો વિજળીનું બિલ વધુ આવ્યું હોય તો બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરો કે કેમ વધુ આવ્યું છે અને તેનું કારણ જાણી નિવારણ માટે પ્રયાસ કરો.

(5:24 pm IST)