Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

એક મહિનાથી ત્રાહિમામ-ત્રાહિમામ એલઓસીના વિસ્તારોમાં આરપાર બન્ને તરફ મચ્યુ છે

         કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ હટયા પછી સૌથી વધારે ત્રસ્ત હાલતમાં લાખો લોકો છે જે એલઓસીથી નજીકના વિસ્તારોમાં રહે છે. કારણ કે પાકીસ્તાની સેનાએ એક મહિનાથી આ વિસ્તારોમાં ત્રાહિમામ મચાવેલો છે.

         અપનૂર સેકટરથી લઇને ઉડી- ગુરેજ સુધીનો ભાગ્યેજ કોઇ વિસ્તાર બચ્યો હશે જયાં આ સમયમાં પાક  તોપખાનાએ સીઝફાયર દરમ્યાન ૩૦૦ ગોળા વરસાવ્યા હોય. અને ૩૦૦ વખતથી પણ વધુ વખત સીઝફાયરનુ ઉલ્લંઘન થયુ છે. જેના કારણે પ વ્યકિતએ જીવ ગુમાવ્યા છે. અને ૧૦ વધારે ઘરોને નુકશાન થયુ છે. અને ૬ જવાનો શહીદ થયા છે.

         લગભગ ૧૬ વર્ષ પહેલા બન્ને મુલ્કો વચ્ચે જમ્મુ-કાશ્મીરની સીમાઓ તથા એલઓસી પર ગોલાબારી ન કરવાની સમજુતી થયેલ હતી.

         એવું નથી કે ત્રાહિ-ત્રાહિનનુ વાતાવરણ ફકત એલઓસીના આ વિસ્તારોમાં હોય પણ પાક ગોલાબારીને કારણે પરંતુ ભારતીય સેનાએ પણ આની સામે જવાબી કાર્યવાહીના કારણે પાકીસ્તાની ઠીકાનો ઉપર નુકસાન પહોંચાડેલ છે.

         એલઓસીની બન્ને તરફ થયેલ ત્રાહિ-ત્રાહિને ભોગવી રહેલ બન્ને મુલકોની જનતા પાસે દર્દ સહન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

(12:03 am IST)