Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મનમોહનસિંહના કાર્યકાળમાં 11માં સ્થાને અર્થતંત્ર હવે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર

જીડીપી મામલે મનમોહનસિંહના નિવેદન પર ભાજપનો પલટવાર

 

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે  જીડીપી ગ્રોથમાં આવેલા ઘટાડાને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતુ. હવે ભાજપે પૂર્વ પીએમને જવાબ આપતા કહ્યું કે જે સમયે મનમોહન સિંહ પીએમ હતા. તે સમયે દેશનું અર્થંતંત્ર 11માં સ્થાને હતુ. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મનમોહન સિંહની ટીપ્પણી પર કહ્યું કે અમે પૂર્વ પીએમના વિશ્લેષણનું સમર્થન નથી કરતા. તેમના સમયમાં અર્થંતંત્ર 11માં નંબરે હતુ. હવે દેશ દુનિયાનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વર્તમાન આૃર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં આિર્થક સ્થિતિ વધુ ખરાબ છે. સાથે સરકારને વિનંતી કરી હતી કે રાજનીતીને બાજુમાં મુકીને દેશને આિર્થક કટોકટીમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવા જોઇએ.

(11:31 pm IST)