Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

દિલ્હીમાં મહિલાની બહાદુરીથી બે ચેઇન સ્નેચરો ઝડપાયા

બાઈક સવાર ચીલઝડપકારોને ગળામાં ચેન ખેંચ્યો પણ મહિલાએ ચપળતાથી પકડી રાખ્યા અને લોકોએ લમધારી પોલીસ હવાલે કર્યા

 

નવી દિલ્હી :દિલ્હીમાં એક મહિલાની બહાદુરીથી બે ચેઇન સ્નેચર ઝડપાયા હતા   સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે દિલ્હીના નંગ્લોઇ વિસ્તારમાં એક મહિલા પોતાની પુત્રી સાથે જઇ રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે ચેઇન સ્નેચર્સમાંથી પાછળ બેઠેલા હેલમેટધારીએ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચ્યો. અને નાસવાનો પ્રયાસ કર્યો. પરંતુ બાઇક ચાલક ત્યાંથી નાસવામાં નિષ્ફળ રહ્યો.હતો 

જો કે મહિલાએ ચેઇન સ્નેચર્સ યુવકને પકડી રાખ્યો. આટલીવારમાં આસપાસના રહીશો એકઠા થઇ ગયા. અને અછોડાતોડ યુવકને લમધારી નાંખ્યો. જ્યારે કે બીજો હેલમેટધારી યુવક ત્યાંથી નાસી ગયો. પરંતુ પોલીસને બંને યુવકોને પકડવામાં સફળતા મળી. પોલીસે તેમની પાસેથી બે ચેઇન. ત્રણ ચોરેલી બાઇક અને બે મોબાઇલ જપ્ત કર્યા

(11:09 pm IST)