Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનાં ભાણેજ રતુલ પુરીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

રતુલ પુરી પર મોઝર બેર કંપનીના 354 કરોડ રૂપિયાના મામલે બેંક ફ્રોડ કેસમાં કાર્યવાહી

નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથનાં ભાણેજ રતુલ પુરીને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી બેંકના રૌઝીવાડા કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.  કમલનાથનાં ભાણેજ અને મોઝર બેર કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રતુલ પુરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.

  રતુલ પુરી પર મોઝર બેર કંપનીના 354 કરોડ રૂપિયાના મામલે બેંક ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ રતુલ પુરી અને અન્ય 4 સામે કેસ નોંધ્યો હતો. આ કેસમાં ઇડીએ રતુલ પુરીની સમન્સની બજવણી કરી હતી અને રતુલ પુરીની અટકાયત નાણાંની ઉચ્ચાપતનાં ધારા હેઠળ કરી હતી.

 રતુલ પુરીએ 2012 માં મોઝર બેરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે, તેના પિતા દિપક પુરી અને માતા નીતા પુરી હજી પણ કંપનીના બોર્ડમાં છે. દિપક, નીતા ઉપરાંત સીબીઆઈએ મોઝર બેર સંબંધિત સંજય જૈન અને વિનીત શર્મા વિરુદ્ધ પણ કેસ નોંધ્યા હતા. તમામ લોકોનાં મહત્વનાં ઠેકાણાં પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા

(10:16 pm IST)