Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શ્રીનગરના મેયર જુનેદ ભટ્ટે કહ્યું કાશ્મીરમાં જે ભયંકર શાંતિ છે એમાં અંતર ફકત એટલુ સડકો પર લાશો નજરે નથી ચડતી

         શ્રીનગરઃ  કાશ્મીરના નેતાઓના તીખાતમતમતા બોલ હવે સંંભળાય છે જે હાલમાં સ્વતંત્ર ઘુમી રહ્યા છે. મેટર ભટ્ટને સાંભળો એમની નજરમાં કાશ્મીરમાં શાંતિ છે તે મુર્દા શાંતિ છે ફેર એટલો જ છે કે રસ્તા પર લાશો જોવા મળતી નથી.

         કાશ્મીરમાં બધુ ઠીકઠાક છે અને પટરી પર પાછુ ફરી રહ્યું છે આવું વિચારવુ અવાસ્તવિક હશે. ભટ્ટએ એક ટીવી ચેનલને જણાવ્યું કે કેન્દ્ર પર સવાર બીજેપી સરકારની નજરબંધીની પુરી રીતે આપ્રેશનલ છે.

         કાશ્મીરના વિશેષ રાજયના દરજજાને અનુચ્છેદ ૩૭૦ પ્રાવધાનો નિરસ્ત કરી રાજયને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી શ્રીનગર અને જમ્મુના મેયરોને રાજયમંત્રીનો દરજજો આપ્યો.

         ભટ્ટ જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોંગ્રેસના પ્રવકતા પણ છે નેતાઓની અટકાયતની કેન્દ્ર સરકારની નીતિની ખાસી આલોચના પણ કરી છે. કાશ્મીરના રાજનયિક કાર્યકર્તાઆએએ મુખ્યધારામાં રહેવા આતંકીઓની ધમકી અને હિંસાનો બહાદૂરીથી સામનો કર્યો પીપુલ્સ કોન્ફરન્સ પ્રમુખ સજજાદ લોનની પણ અટકાયત કરી.

         ભટ્ટ કેન્દ્ર દ્વારા કાશ્મીર પર નિયંત્રણ વિરૃદ્ધ છે સરકારે ભરોસો  આપ્યો નિયંત્રણ ધીરે ધીરે દૂર થઇ જશે. અમે હંમેશા ખૂબ જ ખતરનાક ખતરા સાથે જીવીએ છીએ. આ અમારા માટે કાંઇ નવી વાત નથી.

         વિદેશમંત્રી એસ. જયશંકરએ જમ્મુ-કાશ્મીરમા પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો આતંકીયોને રોકવા યોગ્ય પગલા ભરવા જરૃરી હતા અમે એવું કરી શકીએ કે આતંકીઓ અને આકાઓ વચ્ચે કોમ્યુનીકેશન રોકી દે અને બાકી લોકો માટે ઇન્ટરનેટ ખોલી દયે ?

        

(9:56 pm IST)