Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ચિદમ્બરમ ૭૪ વર્ષના છે, તેમને જેલમાં નહી નજરકેદ રાખો : કપિલ સિબ્બલની માંગણી

નવી દિલ્હી  :  આઇ.એન. એક મીડીયા કોૈભાંડમાં સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બરમને જામીન આપવાની ના પાડતા કહયું કે તે સીબીઆઇની ખાસ કોર્ટમાં પોતાની અરજી આપે. કોર્ટે એમ પણ કહયું કે સીબીઆઇ કોર્ટે પોતાનો જામીન અંગેનો ચુકાદો સોમવારે જ આપવાનો રહેશે. ત્યાર પછી સીબીઆઇના  વકિલ તુષાર મહેતાએ કોર્ટને પોતાના આદેશ પર પુનર્વિચાર કરવાની માગણી કરી હતી, કોર્ટમાં ચિદમ્બરમના વકિલ કપિલ સિબ્બલે કહયું કે તેઓ ૭૪ વર્ષના છે, તેમને તિહાર જેલમાં  મોકલવાના બદલે  નજરકેદ  કરવામાં આવે.

કોર્ટે તેના પર કહયું કે તેમણે જામીન માટે નીચલી કોર્ટમાં જવું જોઇએ, કોર્ટે કહયું કે ચિદમ્બરમને તિહાર જેલમાં નહીં મોકલાય, જો ટ્રાયલ કોર્ટ તેમની જામીન અરજીને રદ કરે તો મંગળાવારે સુપ્રિમ તેની સુનાવણી કરશે. દિલ્હીની એક ખાસ અદાલતે સોમવારે ચિદમ્બરમના રિમાંડ એક દિવસ માટે વધારી દીધા હતા. અદાલતમાં મંગળવારે સાંજે લગભગ ચાર વાગ્યે તેમની જામીન અરજીની સુનાવણી થશે.

(3:29 pm IST)