Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સરહદે ૫૦થી વધારે આતંકિઓનો જમાવડોઃ કાશ્મીરમાં ઘૂસવાનું ષડયંત્ર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુકિતઓ કરવામાં લાગ્યું છેઃ પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે

શ્રીનગર, તા.૩: જમ્મુ કાશ્મીર માંથી માંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુકિતઓ કરવામાં લાગ્યું છે. પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે. સોમવારના ભારતીય સુરક્ષા એજન્સીઓએ લશ્કર એ તૈયબાના બે આતંકવાદીને પકડ્યા હતા. લશ્કરના આ બંને આતંકીઓથી સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની સેના મોટા પ્રમાણમાં આતંકવાદીઓને કાશ્મીરમાં દ્યૂસાડવાનો પ્રયત્ન કરવાનું કાવતરું કરી રહી છે. સમાચાર છે કે લાઇન ઓફ કંટ્રોલથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાન સેનાની ત્રણ પોસ્ટ જોહાલી, બર્ગી અને ન્યૂ બાઠલા સામેલ છે.

પાકિસ્તાન સેનાની આ પોસ્ટની નજીક ખચરબન લોન્ચિંગ પેડ દ્વારા આતંકવાદીઓ કાશ્મીરમાં દાખલ થયા હતા. ખચરબન લોન્ચિંગ પેડ પર ૫૦થી વધારે આતંકવાદીઓનો જમાવડો છે. જે પાકિસ્તાનની સેનાની મદદથી કાશ્મીરમાં દાખલ થવાનું ષડયંત્ર કરી રહ્યું છે. સુરક્ષા દળોના ઝપટમાં આવેલા બંને આતંકીઓની તસવીર ક્ષ્ફૂફૂ ન્યૂઝની પાસે છે. પકડવામાં આવેલા બંને આતંકી પાકિસ્તાનના છે, જેમના નામ ખલીલ અહેમદ અને નાઝિમ ખોખર છે.

આતંકી ખલીલ અહેમદ અને નાઝિમ ખોકરે કબુલ કર્યું છે કે, રાવલપિંડીમાં પાકિસ્તાની આર્મી હેડકવાર્ટરમાં તેમની મુલાકાત પાકિસ્તાની સેનાના કેટલાક મોટા અધિકારીઓ સાથે કરાવવામાં આવી હતી. ત્યારબાદ કાશ્મીર હુમલા માટે ૭ આતંકીઓના ગ્રુપને તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાત આતંકીઓમાં ૩ અફદ્યાન મુળના પણ આતંકી સામેલ છે. જેમને સેના પર બેટ એકશનની સાથે સાથે વેલીમાં સુરક્ષા દળો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

(3:25 pm IST)