Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગણપતિ બાપ્પાના રંગમાં ડૂબ્યો અંબાણી પરિવાર: બોલિવુડ -ખેલજગતની હસ્તીઓ ઉમટી

એંટીલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ: અંબાણી હાઈસના વીડિયો વાયરલ

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે એંટીલીયામાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો. આ ભવ્ય આયોજનમાં બોલિવુડ અને ખેલ જગતની મહાન હસ્તીઓ શામેલ થયા. અંબાણી પરિવાર માટે આ વખતે ગણપતિ પૂજાના પ્રસંગ ખાસ છે કારણકે પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને લગ્ન બાદ આ બંનેની પહેલી ગણપતિ પૂજા છે. બંનેએ મળીને ગણપતિ પૂજામાં ભાગ લીધો.હતો

આ પ્રસંગે નીતા અંબાણી પોતાની પુત્રી ઈશા અંબાણી સાથે જોવા મળી. સાથે તેમણે પોતાના નાના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે પણ ફોટો શૂટ કરાવ્યુ. આ દરમિયાન ત્રણે પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા.હતા 

સોશિયલ મીડિયા પર ઘણા અંબાણી હાઈસના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે આમાં એંટીલિયામાં થયેલી સુંદર સજાવટ જોઈ શકાય છે, એંટીલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ હતુ.

રણબીર કપૂર આ દરમિયાન ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે પહોંચ્યા. આ પ્રસંગે બંને ઘણા ખુશ જોવા મળ્યા. આલિયા જ્યાં સાડીમાં દેખાઈ ત્યાં રણબીર કૂર્તા પાયજામા પહેર્યા હતા

આ પ્રસંગે ગણપતિ બાપ્પાના દર્શન કરવા બોલિવુડના ઘણા કલાકાર તેમના ઘરે પહોંચ્યા. આમાં બચ્ચન પરિવાર, અનિલ કપૂર, ઈશા કોપિકર, અનુ મલિક, માધુરી દીક્ષિત જેવા મોટા નામ પણ શામેલ છે

(11:48 am IST)